દેશની જાણીતી કંપની પીડીલાઈટ કંપનીનું જળસંચય માટે અમૃત સરોવર બનાવવાં માટે સંપૂર્ણ આર્થિક યોગદાન
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ પાલીતાણાના હણોલ ગામ ખાતેથી અમૃત સરોવરના નિર્માણની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો.ગઇકાલે સાંજે પીડીલાઈટ કંપનીના સંપૂર્ણ આર્થિક યોગદાન સાથે એક જુના તળાવને ઊંડા ઉતારવાનું અને નવીનીકરણનું કાર્ય જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જળસંચય માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓમાં પોતાનું વિશેષ આર્થિક યોગદાન આપીને દેશની જાણીતી અને મૂળ મહુવાના માલિકોની કંપની પીડીલાઈટના આર્થિક સહયોગથી આ અમૃત સરોવરના નિર્માણનું કામ હાથ ધરાયું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દેશના દરેક જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ અવસરે ૭૫ સરોવરના નિર્માણમાં આગેવાની લઇને ભાવનગર જિલ્લામાં ૭૫ ને બદલે ૧૦૦ સરોવરો બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ પ્રસંગે પીડીલાઈટના અધિકારીઓ, પાલીતાણા ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા, ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ શિહોરા, પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, નાગજીભાઈ વાઘાણી, નાનુભાઈ ડાંખરા, ભૂપતભાઇ બારૈયા, નૂતનસિંહ ગોહિલ તથા પાલીતાણા પ્રાંતધિકારી, સિંચાઇના પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેર ડી.આર. પટેલ તથા સિંચાઇ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.