ચોવીસ કલાકમાં સાડાત્રણ ડિગ્રીનો ઘટાડો થતા ગરમીમાં થઈ રાહત

21

ભેજનુ પ્રમાણ વધતા બપોરે બફારા બાદ સાજથી નગરજનોએ ઠંડક મેળવી
ભાવનગર શહેરમાં મંગળવારે સરેરાશ ૩૮ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ૨૪ કલાકમાં બપોરના તાપમાનમાં સાડા ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો હતો તેથી ગરમીમાંથી નગરજનોને થોડી રાહત મળી હતી અને સાંજે નગરજનોને આહલાદક વાતાવરણનો અનુભવ થયો હતો. ભાવનગર શહેરમાં સોમવારે મહત્તમ તાપમાન વધીને ૪૧.૨ ડિગ્રી સેન્ટિગ્રેડ થઈ ગયું હતું.મંગળવારે એકાએક પવનની ઝડપ વધીને ૩૮ કિલોમીટર થઈ જતા ૨૪ કલાકમાં જ સાડા ત્રણ ડિગ્રી ઘટીને ૩૭.૭ ડિગ્રી સેન્ટિગ્રેડ થઈ ગયા હતું. જેથી ગરમીનો પ્રકોપ થોડો હળવો થયો હતો. આવી જ રીતે શહેરમાં લઘુતમ ઉષ્ણતામાન નજીવું ઘટીને ૨૭.૪ ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું. શહેરમાં સોમવારે પવનની ઝડપ ૩૨ કિલોમીટર નોંધાઈ હતી તે મંગળવારે વધીને ૩૮ કિલોમીટર થઈ ગઈ હતી. સવારે શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ વધીને ૭૧ ટકા થઇ ગયું હતું જે સાંજે સાંજે ઘટીને ૫૩ ટકા નોંધાયું હતું. જેથી નગરજનોને બપોરે અકળામણનો અનુભવ યથાવત રહ્યો હતો. તો સવારે પવનની ઝડપ ૨૦ કિલોમીટર હતી જે સાંજે વધીને ૩૮ કિલોમીટર થઈ ગઈ હતી જેથી પવનના રીતસરના સૂસવાટા ફૂકાયા હતા. આમ, મે મહિનાના અંતે શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ વધતું જાય છે અને હવે જૂન મહિનામાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. અને ૨૦ જુન સુધીમાં ભાવનગરમા વરસાદનુ આગમન થશે તેવુ મનાઈ રહ્યું છે.

Previous articleપાલીતાણાના હણોલ ગામ ખાતેથી અમૃત સરોવરના નિર્માણની કામગીરીનો પ્રારંભ કરાવતાં મંત્રી મનસુખભાઇ માંડવીયા
Next articleઅચાનક સિંગર મિકા સિંહની સિક્યોરિટી વધારવામાં આવી?