ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર દીપક ચાહર આજે તેની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ સાથે લગ્નના તાંતણે બંધાયો છે. આ પહેલાં ગઈકાલે બન્નેના પરિવારજનોએ મહેંદી સેરેમનીમાં ભાગ લીધો જેની તસવીરો અત્યારે વાયરલ થઈ રહી છે. દીપક ચાહર પઠાણી કૂર્તામાં જોવા મળ્યો હતો તો જયા ભારદ્વાજ લેંઘામાં સજ્જ થઈ હતી. દીપક ચાહરના લગ્નમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, કોચ રાહુલ દ્રવિડ સહિતના પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લગ્ન માટે જયા સોમવારે જ પોતાના પરિવાર સાથે તાજનગરી આગ્રા પહોંચી હતી. આગ્રાના ફતેહાબાદ માર્ગ સ્થિત ફાઈવસ્ટાર હોટેલમાં દીપક અને જયાએ સાત ફેરા લીધા હતા. લગ્નનો પ્રસંગ મંગળવાર સાંજથી જ શરૂ થયો હતો. મહેંદીની રસમ બાદ રાત્રે સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં દીપક અને જયા પેટ ભરીને નાચ્યા હતા.
Home Entertainment Sports ટીમ ઈન્ડિયાનો વધુ એક ક્રિકેટર ‘ક્લિન બોલ્ડ’ઃ દીપક ચાહર ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ...