રોજગાર ભરતી મેળો યોજાયો

3347

 

ભાવનગર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા શહેરમાં ખાનગી કંપનીઓના સહયોગ થકી રોજગારલક્ષી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટીસંખ્યામાં શિક્ષિત બેરોજગારો ઉપસ્થિત રહ્યાં હતા.

શહેરના મોતીબાગ ખાતે આવેલ અટલબિહારી વાજપેઈ ઓપનએર થીયેટર ખાતે જિલ્લા વહિવટી તંત્ર તેમજ નિરમા, સ્ટીલકાસ્ટ, આઈપીસીએલ, ઈનારકો, દાસ પેંડાવાળા સહિતની ઔદ્યોગિક કંપનીના સહયોગથી મેગા એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર-જિલ્લાની કુલ ૩૪ કંપનીઓ દ્વારા નોકરીવાચ્છુઓના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. જેમાં પ૯૯ યુવાનોની પસંદગી કરવામાં આવી હતી અને તેમને જોબ માટે ઓર્ડર આપવામાં આવ્યા હતા. ભરતી મેળામાં જિલ્લા વહિવટી તંત્રનો અધિકારગણ દ્વારા વ્યવસ્થાઓ સંભાળવામાં આવી હતી.

 

Previous articleસુભાષનગર ખાતે મંદિર સ્થાપના દિનની ઉજવણી
Next articleપોસ્ટ વિભાગના કર્મીઓની હડતાલનો પ્રારંભ