કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂા.૧૩૫નો ઘટાડો

15

એલપીજી સિલિન્ડર ગ્રાહકોને કોઇ રાહત નહીં : ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો થયો નથી, તેઓ જુના ભાવે જ મળતા રહેશે, જોકે આગામી સમયમાં રાહતની આશા છે
નવી દિલ્હી,તા.૧
એલપીજી સિલિન્ડરના નવા દરો જાહેર કરવામાં આવ્યા છે. આજે ઈન્ડેનનો સિલિન્ડર ૧૩૫ રૂપિયા સસ્તો થયો છે. પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓઇલે કોમર્શિયલ સિલિન્ડરના દરમાં ઘટાડો જાહેર કર્યો છે જ્યારે ઘરેલુ એલપીજી સિલિન્ડર ગ્રાહકોને કોઇ રાહત મળી નથી. ૧૪.૨ કિલોનો ઘરેલું સિલિન્ડર ન તો સસ્તો થયો છે અને ન તો મોંઘો થયો છે. તે હજી પણ ૧૯મેના દરે ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે કોર્મશિયલ સિલિન્ડરના ભાવમાં ૧૩૫ રુપિયાનો ઘટાડો જાહેર કરાયો છે પરંતુ ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો થયો નથી, તેઓ જુના ભાવે જ મળતા રહેશે. જોકે આગામી સમયમાં રાહતની આશા છે. મે મહિનામાં ઘરેલુ એલપીજી સિલિન્ડરના ગ્રાહકોને બે વાર આંચકો લાગ્યો હતો. ૭ મેના રોજ એક મહિનામાં પ્રથમ વખત ઘરેલુ સિલિન્ડર (એલપીજી સિલિન્ડરની કિંમત આજે) ના દરોમાં ૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને ૧૯ મેના રોજ પણ ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ૧૯ કિલોના સિલિન્ડર પર આજે એટલે કે ૧ જૂનના રોજ ૧૩૫ રૂપિયા સુધીની સીધી રાહત મળી છે. હવે ૧૯ કિલોનો સિલિન્ડર દિલ્હીમાં ૨૩૫૪ના બદલે ૨૨૧૯ રૂપિયા, કોલકાતામાં ૨૪૫૪ને બદલે ૨૩૨૨, મુંબઈમાં ૨૩૦૬ના બદલે ૨૧૭૧.૫૦ રૂપિયા અને ચેન્નઈમાં ૨૫૦૭ના બદલે ૨૩૭૩ રૂપિયામાં વેચાશે. ૧ મેના રોજ તેમાં લગભગ ૧૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. તે જ સમયે, માર્ચમાં ૧૯ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત દિલ્હીમાં માત્ર ૨૦૧૨ રૂપિયા હતી. ૧ એપ્રિલે તે વધીને ૨૨૫૩ રૂપિયા અને ૧ મેના રોજ વધીને ૨૩૫૫ રૂપિયા થઈ ગઈ. મોંઘવારીનો માર ઝેલી રહેલી જનતાને રાહત મળે તેવા સમાચાર આવ્યા છે. તાજેતરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ધરખમ ઘટાડો થયા બાદ હવે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. પહેલી જૂનથી કંપનીઓ તરફથી નવા રેટ જાહેર કરવામાં આવ્યા છે. નવા રેટ મુજબ ૧૯ કિલોવાળો કમર્શિયલ સિલિન્ડર ૧૩૫ રૂપિયા સસ્તો થયો છે. ભાવ ઘટતા હવે કમર્શિયલ સિલિન્ડર દિલ્હીમાં ૨૩૫૪ની જગ્યાએ ૨૨૧૯ રૂપિયાનો થયો છે. એ જ રીતે કોલકાતામાં હવે ૨૪૫૪ રૂપિયાની જગ્યાએ ૨૩૨૨ રૂપિયા, મુંબઈમાં ૨૩૦૬ રૂપિયાની જગ્યાએ ૨૧૭૧.૫૦ રૂપિયા અને ચેન્નાઈમાં ૨૫૦૭ રૂપિયાની જગ્યાએ ૨૩૭૩ રૂપિયા ચૂકવવા પડશે. કંપનીઓ તરફથી જાહેર કરવામાં આવેલા આ નવા ભાવની અસર આવનારા દિવસોમાં મોંઘવારી પર જોવા મળી શકે છે. અગાઉ ગત પહેલી તારીખે ભાવમાં લગભગ ૧૦૦ રૂપિયાનો વધારો નોંધાયો હતો.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleએચડીએફસી સહિત બેંકોએ હોમલોનના વ્યાજદર વધાર્યા