રામમંદિરના ગર્ભગૃહનો યોગી આદિત્યનાથે શિલાન્યાસ કર્યો

24

૫ ઓગષ્ટ, ૨૦૨૦ના રોજ મોદીએ મંદિરના નિર્માણની આધારશીલા રાખી હતી અને ત્યારથી કામ ચાલી રહ્યું છે
અયોધ્યા, તા.૧
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બુધવારે રામ મંદિરના ગર્ભગૃહનો શિલાન્યાસ કર્યો છે. આ સાથે સીએમ યોગી આ પ્રસંગે યોજાનાર કાર્યક્રમમાં પણ ભાગ લેશે. સીએમ યોગી ગર્ભગૃહમાં કોતરણી કરેલા પથ્થરો રાખશે. આ પ્રસંગે દેશભરના સાધુ-સંતોને આમંત્રિત કરવામાં આવ્યા છે. અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે. ૫ ઓગષ્ટ, ૨૦૨૦ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરના નિર્માણની આધારશીલા રાખી હતી અને ત્યારથી મંદિરના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટે પાંચ જજોની સંવિધાન પીઠે ૯ નવેમ્બર ૨૦૧૯ના રોજ સર્વસમ્મતિથી પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો કે અયોધ્યામાં જ્યાં બાબરી મસ્જિદ હતી તે ભૂમિ રામ લલ્લાની છે. અયોધ્યામાં શ્રીરામ મંદિર, ગર્ભ ગૃહ અને પાંચ મંડપો વાળી ત્રણ માળની મંદિરનું નિર્માણ કાર્ય નિર્ધારિત સમય પ્રમાણે ચાલી રહ્યું છે. રામ જન્મભૂમિ ટ્રસ્ટ મંદિર નિર્માણના પ્રભારીએ તાજેતરમાં જ આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગર્ભગૃહમાં મકરાનાના વ્હાઈટ માર્બલનો ઉપયોગ કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે આ ભવ્ય પ્રોજેક્ટમાં કુલ ૮થી ૯ લાખ ક્યૂબિક ફૂટ બલુઆ પત્થર અને ૬.૩૭ લાખ ક્યૂબિક ફૂટ ગ્રેનાઈટ લગાવવામાં આવશે. મંદિર નિર્માણ માટે ફેબ્રુઆરી ૨૦૨૨માં શરૂ ગ્રેનાઈટ પત્થરની સાથે પ્લિંથનું નિર્માણ ઓગષ્ટ ૨૦૨૨ સુધી પુરુ કરવાની યોજના છે.
આ પ્લાન મુજબ પાર્કના ફાઉન્ડેશનની ડિઝાઈન અને ડ્રોઈંગ પણ ટેકનિકલ તપાસના અંતિમ તબક્કામાં છે. યોગી આદિત્યનાથ અયોધ્યાને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અહીં બની રહેલા રામ મંદિર સુધી શ્રદ્ધાળુઓ માટે અહીં રેલવે સ્ટેશનનું પણ નવનિર્માણ થઈ રહ્યું છે. અયોધ્યા રેલવે સ્ટેશનને વધુ મોટુ કરવામાં આવી રહ્યું છે જેના કારણે અહીં વધુ ટ્રેનો આવી શકે. અયોધ્યા રેલવે સ્ટેશનને પણ મંદિર જેવો આકાર આપવામાં આવ્યો છે. ત્યાં પણ ભગવાન રામની મૂર્તિ લગાવવામાં આવી છે. પીએમ મોદીએ ૨૦૨૦માં મંદિરની આધારશિલા રાખી હતી. ૨૦૨૪ની સામાન્ય ચૂંટણી પહેલા મંદિર તૈયાર થઈ જવાની આશા છે.

Previous articleરાજસ્થાનમાં આરએસએસ કન્વીનરની હત્યા બાદ ચિત્તોડગઢમાં તણાવ, શહેરમાં ૧૪૪ લાગુ
Next articleભાવનગર ખાતે BAPSનો સેમિનાર યોજાયો, જ્ઞાનવત્સલ સ્વામીએ કહ્યું, “પરિવાર ને સમય આપવો એ દુનિયાનું સૌથી મોટું સુખ”