આગામી તારીખ ૧ ઓક્ટોબર થી ૧૬ ઓક્ટોબર સુધી ગૌરવ યાત્રા નીકળવાની હોય અને જેમાં ખાસ કરીને આગામી ૬ ઓક્ટોબરના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેની સાથે યુવા નેતા ઋત્વિજ પટેલ હાજરી આપવાના હોય તેમાં બોટાદ જિલ્લાના અનેક સ્થળોએ ગૌરવ યાત્રાનું સ્વાગત કરવામા આવશે અને મુખ્યમંત્રી દ્વારા સભા પણ સંબોધન કરવાના છે ત્યારે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં સઘન વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા પોલીસ સ્ટેશન ના ઈન્ચાર્જ પી.આઈ.સેગલીયા તેમજ સ્ટાફ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પધારાવના છે ત્યારે જેની પૂર્વ તૈયારીના ભાગ રૂપે વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.