ભાવનગર મનપા દ્વારા ચોમાસાને અનુલક્ષીને ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ, 24 કલાક કાર્યરત રહેશે

28

કંટ્રોલના નંબર 0278-2430245 તથા 0278-2424813 સંપર્ક કરી શકાશે
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 1 જૂનથી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેના ટેલિફોનિક નંબર જાહેર કરવામાં આવ્યા છે. ભાવનગર શહેરી વિસ્તારમાં ભારે વરસાદની પરિસ્થિતિમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાની પરિસ્થિતિ પેદા થાય, અથવા તો ભારે પવનના કારણે ઝાડ પડવા સહિતની અગવડતાઓ ઉદ્દભવે ત્યારે તે તમામ સમસ્યાઓનો નિકાલ કરવા માટે ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે, અને તેના કંટ્રોલના નંબર 0278-2430245 તથા 0278-2424813 સંપર્ક સાધવા ભાવનગર મહાનગરપાલિકા ના ફ્લડ કંટ્રોલ અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે. ઉપરોક્ત નંબર ઉપરથી ચોમાસા દરમિયાન નાગરિકોની તમામ ફરિયાદો નોંધ કરવામાં આવશે.ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 24 કલાક કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ અંગે ભાવનગર જિલ્લા કલેક્ટર અને ઇન્ચાર્જ કમિશનર યોગેશ નિર્ગુડે દ્રારા પણ આગામી ચોમાસાને લઈ બેઠક યોજાઇ ગઈ છે. જેમાં પ્રિ-મોન્સુનની તૈયારીઓ માટે જિલ્લાના મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરોને ગ્રામ્ય અને નગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવાં, તરવૈયા અને રેસ્ક્યુ ટીમો તૈયાર કરવાં, પૂરના કારણે સ્થળાંતર થયેલ હોય તેવા વિસ્તારો ચકાસી વૈકલ્પિક વ્યવસ્થા કરવા, નીચાણવાળા વિસ્તારોના ઝૂંપડાઓમાં વસતા નાગરિકોને ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં સમયસર ચેતવણી મળે અને સલામત સ્થળે ખસેડવા સુરક્ષિત સ્થળો ચકાસવા, જી.ઇ.બી., પાણી પુરવઠા, સિંચાઇ અને એસ.ટી. વિભાગ સાથે સંપર્કમાં રહેવાં તથા ટેલિફોન નંબરો અપડેટ કરી જિલ્લાના કંટ્રોલ રૂમ શરૂ કરવા સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે.

Previous articleભાવનગર ટ્રાફિક બીગ્રેડ માં ફરજ બજાવતા યુવાને ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત
Next articleભાવનગર ડિવિઝનમાં લેવલ ક્રોસિંગ જાગરૂકતા સપ્તાહ અને ઇન્ટરનેશનલ લેવલ ક્રોસિંગ જાગરૂકતા દિવસની ઉજવણી કરવામાં આવશે