ભાવનગર, તા.૨
ભાવનગર ડિવિઝનના સિગ્નલ અને ટેલિકોમ વિભાગના ૨૪ કર્મચારીઓને વર્ષ ૨૦૨૧-૨૨માં ઉત્કૃષ્ટ સેવા બદલ હરીશ ગુપ્તા, પ્રિન્સિપાલ ચીફ સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર-ચર્ચગેટ (PCSTE-CCG) એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર વિતરણ કાર્યક્રમનું આયોજન ૦૨ જૂન, ૨૦૨૨ (ગુરુવાર) ના રોજ મંડળ કાર્યાલય ભાવનગર પરા ખાતે કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપલ ચીફ સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર, વેસ્ટર્ન રેલવે હરીશ ગુપ્તા વતી, ડિવિઝનલ રેલવે મેનેજર મનોજ ગોયલે તમામ પુરસ્કાર વિજેતાઓને મેરિટ પ્રમાણપત્રો અને રોકડ ઈનામો આપ્યા. આ કાર્યક્રમમાં પંકજ કુમાર બંસલ – વરિષ્ઠ મંડલ સિગ્નલ અને ટેલિકોમ ઈજનેર, અભિષેક મિશ્રા – મંડલ સિગ્નલ અને ટેલિકોમ ઈજનેર, એન.પી. ડાંગી – સહાયક મંડલ સિગ્નલ અને ટેલિકોમ ઈજનેર પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન રાજેશ રોકડેએ કર્યું હતું. સિનિયર ડિવિઝનલ સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરની સમાંઑફિથી મનસુખ મકવાણા, ચીફ ઑફિસ અધિક્ષક, આનંદકુમાર ભટ્ટ, સિનિયર સેક્શન એન્જિનિયર અને રવિકેશ મીના, જુ. એન્જી. કાર્યક્રમને સફળ બનાવવા પોતાનો સહયોગ આપ્યો હતો.