બોટાદ જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ.કરણરાજ વાઘેલા તેમજ સૌરાષ્ટ્ર જોનના કો ઓડીનેટર તુષારભાઈ બાવરવા તેમજ નોડલ ઓફિસરના માર્ગદર્શન અનુસાર બોટાદ ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલાઓ ઉપર થતા અત્યાચારોને નાબૂદ કરવા આપેલ સુચનને આધારે બોટાદ સીટી વિસ્તારમાંથી તાઃ-૨૯-૦૫-૨૦૨૨ ના રોજ સવારે એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે એક અજાણી કિશોરી બોટાદ મલ્ટીપ્લેક્સની આસપાસ ૨ કલાકથી મુંજાયેલ હાલતમાં આંટા ફેરા મારે છે.ત્યાંના લોકોએ પૂછયું છતા કહેતી નથી અને કિશોરી ચિંતામા છે તેમની મદદ માટે ૧૮૧મહિલા હેલ્પલાઇનની જરૂર છે. કિશોરીની મદદની જરુર હોય કોલ આવ્યાના તુરંત જ ગણતરીની મિનીટોમાં બોટાદ ૧૮૧ ટિમ ના કાઉન્સેલર પરમાર જલ્પાબેન , કોન્સ્ટેબલ ડાભી નયનાબેન તેમજ પાયલોટ ચુડાસમા નિલેશભાઈ ઘટના સ્થળે પહોંચી અજાણી કિશોરીની મદદ માટે પહોંચ્યા હતા.૧૮૧ ટિમ કિશોરી સાથે વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્નો કર્યા હતો.પરંતુ કિશોરી ખૂબ જ ગભરાયેલી હતી તેથી બોટાદ મહિલા પોલીસ સ્ટેશન માં લઇ આવેલ અને શાન્તવના આપેલ તેમનું કાઉસેલિંગ કરતા તેમને જણાવેલ તેના પિતા રિક્ષા ચલાવીને ઘરનું ગુજરાન ચલાવે છે. માતા કેટરસનું કામ કરે છે અને ત્યારબાદ કિશોરીએ જણાવેલ કામકાજ બાબતે તેમની માતા વારંવાર ખિજાતા હોય અને કોઈ પણ કામ ધંધો કરવાનું કહેતા હોય તેમજ કિશોરીના માતા-પિતા તેમના લગ્ન કરાવી દેવાની વાતો કરતા હોય પરંતુ કિશોરીની ઉંમર ૧૮ વર્ષ કરતા નાની હોય જેથી કિશોરી લગ્નની વાત પર સહમત થતી ન હતી.તેથી કંટાળીને ઘરેથી કોઈ ને કહ્યા વગર નીકળી ગયેલ. . ત્યારબાદ ૧૮૧ ટિમ કિશોરીના પરિવારના સભ્યોનો કોન્ટેક્ટ કરેલ અને ચોકકસ માહિતી મેળવવા માટે આધાર પુરાવા માંગેલ. પુરાવા યોગ્ય લાગતા માતા- પિતા સાથે વાતચીત કરેલ તેઓએ જણાવેલ કે વહેલી સવારે અમારી જાણબાદ તેમની દીકરી ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલ. તેઓએ ઘણા પ્રયત્નો કરેલ પરંતુ તેમની દીકરી મળેલ નહિ.ત્યારબાદ ૧૮૧ ટીમે સલાહ, સૂચન, માર્ગદર્શન આપેલ પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપેલ તેમજ દીકરીની લગ્ન માટેની ઉંમર થયા બાદ જ લગ્ન કરાવવા જણાવેલ અને કિશોરીનું ધ્યાન રાખવાનું તેના માતા-પિતા ને જણાવેલ. કિશોરીના માતા-પિતાએ ૧૮૧ ટીમનો આભાર માનેલ. આમ૧૮૧ ટીમે સહી સલામત કિશોરીને તેના માતા-પિતાને સોપેલ.