આગામી તા.૧ જુલાઈના રોજ ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજીની ૩૭મી રથયાત્રા નિકળવાની છે તે પૂર્વે શહેરના ઘોઘાગેટ ચોક ખાતે અગાઉ કાનુડાનું વિશાળ કટઆઉટ લગાવ્યા બાદ ગતરાત્રીના બિઝનેસ સેન્ટરમાં હનુમાનજીનું વિશાળ હોર્ડીંગ લગાવાયુ છે. આ ઉપરાંત રથયાત્રાને આકર્ષિત કરવા શહેરના વિવિધ માર્ગો પર હોર્ડિંગો લગાવાશે.