આઠ વર્ષમાં શાસન અને સુશાસન વચ્ચેનો ફેર દેશવાસીઓએ જોયો છે અને અનુભવ કર્યો છે. કેન્દ્ર સરકારના 8 વર્ષ સેવા અને સુશાસન અને ગરીબ કલ્યાણ અભિયાન અંતર્ગત ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ ડૉ.ભારતીબેન શિયાળ, શહેર ભાજપ પ્રમુખ રાજીવા પંડ્યા સહીતના આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. કેન્દ્ર સરકારના 8 વર્ષ સેવા અને સુશાસન અને ગરીબ કલ્યાણ અભિયાન અંતર્ગત ભાવનગર શહેર ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજાવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના દરેક વ્યકિત અને દરેક ક્ષેત્રને ધ્યાને રાખી આવરી યોજનાઓની જાહેરાત કરી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય ઉપધ્યક્ષ અને સાંસદ ભારતીબેનએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે, યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સુશાસનના આઠ વર્ષ પુર્ણ થયા છે. શાસન અને સુશાસન વચ્ચેનો ફરક આઠ વર્ષની અંદર દેશવાસીઓએ જોયો છે અને અનુભવ કર્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દેશના લોકોની આશા-અપેક્ષાને પુર્ણ કરવા અનેક યોજના દરેક વર્ગના લોકો માટે જાહેર કરી તેનો લાભ લાભાર્થીને મળે તેની પણ ચિંતા કરી છે. વડાપ્રધાને કરેલ વિવિધ યોજના પૈકી આયુષ્યમાન ભારત યોજનામાં એક લાખ 18 હજાર જેટલા સેન્ટર ઉભા કરવામાં આવ્યા,18 કરોડ જેટલા આયુષ્યમાન કાર્ડ કાઠવામાં આવ્યા. સાડા ત્રણ કરોડ લોકોની સારવાર વિના મુલ્યે કરવામાં આવી છે. કોરોનાની વૈશ્વીક મહામારી સમયે દેશવાસીઓને કોરોના સામે રક્ષણ અપાવવા ફ્રીમાં રસી આપી. વિશ્વના દેશોએ પણ સ્વીકાર્યુ કે કોરોના મહામારીમાં સૌથી સારુ કામ ભારત દેશે કર્યું છે. દેશના યુવાનને સરળતાથી લોન આપી વ્યવસાય શરૂ કરી શકે તેવા પ્રયાસના ભાગરૂપે પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી જનઘન યોજના, પ્રધાનમંત્રી સ્વ નિધિ યોજના, પ્રધાન મંત્રી ગરિબ કલ્યાણ અન્ન યોજના, વન નેશન વન રેશન યોજના, શૌચાલયનુ નિર્માણ, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં યુવાનોને તાલીમ જેવી અનેક જનકલ્યાણકારી યોજનાઓએ સુશાસનનો અનુભવ કરાવ્યો છે. ઉજાલા યોજના હેઠળ 36 લાખ એલ.ઇ.ડી. બલ્બનું વિતરણ કરવામાં આવ્યું છે, કિસાન સન્માન નિધી યોજના અંતર્ગત 12 કરોડ ખેડૂતોના ખાતામાં 6 હજાર રૂપિયા સીધા ખાતામાં જમા કરાવવામાં આવે છે. ગામડામાં રહેતા બહેનોને ધુમાડાથી મુકતી આપી બીમારીમાથી દુર કરવા આશરે 12 કરોડ બહેનોને વિનામુલ્યે એલપીજી ગેસના કનેકશન આપ્યા. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દેશના દરેક વ્યકિત અને દરેક ક્ષેત્રને ધ્યાને રાખી આવરી યોજનાની જાહેરાત કરી છે. જલ જીવન મિશન અંતર્ગત પાછલા ત્રણ વર્ષમાં 6 કરોડ 30 લાખ ઘરોમાં નલથી જળ પહોચાડવામાં આવ્યું છે. કાશ્મીરમાં કલમ 370ને દુર કરવામાં આવી. સીમાઓને સુરક્ષીત કરવામા આવી,મુસ્લિમ સમાજની બહેનોને ત્રિપલ તલાકનો કાયદો લાવી સલામતી આપી છે. દરેક ઘરને કેન્દ્ર સરકારની યોજનાનો લાભ મળે તેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કેન્દ્રની સરકારમાં સ્થિર સરકાર, સ્પષ્ટ નીતી અને સાફ નીયત વાળી ભાજપની સરકાર મળી છે. ગુજરાતને ડબલ એન્જીનની સરકાર મળી છે. આવનાર દિવસમાં વધુ સારી કલ્યાણકારી યોજનાઓ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકાર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.