અરવલ્લીની ગિરીકંદરાઓમાં આવેલ શ્રવણ સુખધામ સંસ્થાના આદ્યસ્થાપક ઇન્દુ એસ કે પ્રજાપતિએ શુભારંભ કર્યો
અરવલ્લી સાબરકાંઠા માં આવેલ શ્રવણ સુખધામ સંસ્થા દ્વારા સૌ પ્રથમ વાર પ્રજાપતિ સમાજ ના વ્યક્તિ વિશેષ લેખકો કવિઓ મોટીવેશન સ્પીકર અને ખેલ જગત ના રમતવીરો માટે કુંભાર રત્ન એવોર્ડ સન્માન સમારોહ યોજાયો જેમાં ગુજરાત વોલીબોલ ટીમ ને જીત અપાવનાર કુમારી નેહા પ્રજાપતિ નું સન્માન કરવામાં આવ્યું તથા સાબરકાંઠા અરવલ્લી નાં પ્રજાપતિ સમાજ ના વ્યક્તિ વિશેષ લેખક શ્રી ઈશ્વર પ્રજાપતિ તરલીકા પ્રજાપતિ પાથૅ પ્રજાપતિ સાઠંબા કલ્પેશ પ્રજાપતિ રહીયોલી સંદિપ જે ડી ભાવનગર લોક સાહિત્યકાર કમલેશ પ્રજાપતિ કુમારી કિરણ પ્રજાપતિ જીગ્નેશ પ્રજાપતિ અમદાવાદ કુમારી કિરણ પ્રજાપતિ રાજકોટ ને કુંભાર સમાજની જીવાદોરી ગણાતા ચાવડાનું પ્રતિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પ્રજાપતિ સમાજ ના સંત શ્રી પ્રમુખ દાદા (પાટણ) ખાસ ઊપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા આ પ્રસંગે પ્રજાપતિ સમાજ ના અગ્રણી બી પી પ્રજાપતિ પ્રકાશચંદ્ર પ્રજાપતિ સંસ્થા ના આદ્યસ્થાપક ઇન્દુ એસ કે પ્રજાપતિ એ દિન પ્રાગટ્ય કરી સમગ્ર કાર્યક્રમ ને ખુલ્લો મૂક્યો હતો. આવનાર સમયમાં બારેશી પ્રજાપતિ સમાજ ની દિકરીઓ ખેલકૂદમાં આગળ વધે એમને પ્રોત્સાહિત કરી છે મદદ ની જરૂર પડે એ માટે નારી રત્ન ઇન્દુ પ્રજાપતિ એ દિકરી ની પડખે ખભે ખભો મિલાવીને ઊભાં રહેવાની તૈયારી બતાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કલ્પેશ રહીયોલી એ કર્યું હતું લોકસાહિત્ય અને હાસ્ય કલાકાર એ પોતાના મૂખારવિદ ની વાણી પીરસી સૌને ખૂબ હાસ્ય થી હસાવી તરબોળ કરી દીધા હતા. આ કુંભાર રત્ન એવોર્ડ સન્માન સમારોહ ની આભાર વિધી નું ઉદબોધન લેખક ઈશ્વર પ્રજાપતિ આકરુન એ કર્યું હતું