એમપીમાં પણ અક્ષયની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ ટેક્સ ફ્રી

276

મુંબઈ, તા.૩
મહાન યોદ્ધા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. અક્ષય કુમાર અને માનુષી ચિલ્લર સ્ટારર ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ ૩ જૂને રિલીઝ થઈ છે. ફિલ્મના સ્ટાર્સ આ ઐતિહાસિક ફિલ્મના પ્રમોશનમાં જોરશોરથી વ્યસ્ત છે. ફિલ્મ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. શિવરાજ સરકારે અક્ષય કુમાર સ્ટારર સમ્રાટ પૃથ્વીરાજને ટેક્સ ફ્રી કરી દીધી છે. આ ફિલ્મ ૩ જૂને દેશભરમાં રિલીઝ થઈ છે. આ પહેલા એક મોટો નિર્ણય લેતા શિવરાજ સરકારે મધ્યપ્રદેશમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી દીધી છે. તેણે કહ્યું કે આ ફિલ્મને પણ ’કાશ્મીર ફાઇલ્સ’ની જેમ હિટ બનાવવી પડશે. અક્ષય કુમારની આ ફિલ્મ ચાણક્ય ફેમ ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ ડિરેક્ટ કરી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટિ્‌વટ કર્યું કે અમે મધ્ય પ્રદેશમાં મહાન યોદ્ધા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત શ્રી જ્રટ્ઠાજરટ્ઠઓદ્બટ્ઠદ્ઘિૈ અભિનીત ફિલ્મ ’સમ્રાટ પૃથ્વીરાજ’ને ટેક્સ ફ્રી બનાવવાનો નિર્ણય કર્યો છે. જેથી વધુને વધુ યુવાનો મહાન સમ્રાટનું જીવન જુએ અને તેમનામાં માતૃભૂમિ માટે વધુ પ્રેમ જગાડે. આ પહેલા ઉત્તર પ્રદેશ સરકારે પણ પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર બનેલી આ ફિલ્મને ટેક્સ ફ્રી બનાવવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના કેબિનેટ સાથીદારો સાથે લોક ભવન ઓડિટોરિયમમાં ફિલ્મ જોઈ હતી. તેમણે આ ફિલ્મને ઈતિહાસનો દર્પણ ગણાવી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્ર નિર્માણ માટે આવી ફિલ્મો બનાવવી ખૂબ જ જરૂરી છે. આ ફિલ્મનું નિર્દેશન ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કર્યું છે.

Previous articleમાલધારી સમાજ ઉપર થતા અત્યાચાર રોકવાની માંગ સાથે સિહોરમાં ધરણા
Next articleક્રિકેટરોને પોતાના જિલ્લાનું નેતૃત્વ કરવાનો ગર્વ હોવો જોઈએઃ મહેન્દ્ર સિંહ ધોની