બીજા માટે:- સારંગપ્રીત (વચનામૃત : જીવન માર્ગદર્શક )

37

હિંદી ભાષાના શ્રેષ્ઠ કવિઓમાંના એક એવા મૈથિલીશરણ ગુપ્તે લખ્યું છે-
યહી પશુ પ્રવૃત્તિ હૈ કિ આપ આપ હી ચરે;
વહી મનુષ્ય હૈ કિ જો મનુષ્ય કે લિએ મરે;
આ પંક્તિ સાચી માનવતાની પરિભાષા આપતાં સમજાવે છે કે જે જીવન બીજાને કામ ન આવ્યું તે વ્યર્થ છે. સ્વરક્ષણ અને સ્વપોષણ તો પશુઓ પણ કરે છે. પરંતુ પરહિત અને પરચિંતનની પ્રવૃત્તિ જ માનવને માનવ બનાવે છે. બીજાના જીવનમાં સુખની બે પળો લાવી શકીએ તે જ આપણી સાચી માનવતા છે.
જ્યારે બાળકનો જન્મ થાય છે, ત્યારે સૌથી વધુ આનંદ કોને થાય છે? માતા-પિતા, સગાં-સંબંધીઓને, પરંતુ રડતું હોય છે કેવળ નવજાત શિશુ.પરંતુ,આપણેઆ દુનિયા છોડીને જઈએ ત્યારે એનાથી વિરુદ્ધ થવું જોઈએ. આપણને ખુશી થવી જોઈએ કે જન્મ સમયે આપણને જેવી દુનિયા મળી હતી, એના કરતાં વધુ સારી સ્થિતિમાં આ દુનિયાને છોડીને જઈ રહ્યા છીએ. દુનિયાને રડવા દેવી જોઈએ, કારણ એમણે એક એવી વ્યક્તિને ખોઈ છે, જેણે આ દુનિયાને વધુ સારી બનાવવામાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે. આપણું કામ દુનિયા પાસેથી માત્ર લેવાનું નહીંપરંતુ કાંઈક આપવાનું પણ છે.
એટલે જ હિન્દુ સંસ્કૃતિકહે છે કે સારા માણસો ક્યારેય મૃત્યુ પામતા નથી. એમનું નામ એમના સારાં કર્મોને કારણે સદા અમર રહે છે. બીજી બાજુ મૃત્યુ તો માત્ર ધૂર્ત લોકોનું જ થાય છે. એમના ચાલ્યા જવાથી આ ધરતીનો ભાર ઘટે છે.
એટલે જિંદગી એવી જીવવી જોઈએ કે આપણા ગયા પછી લોકો આપણને સારી ભાવનાથી યાદ કરે. ઘૃણાથી નહીં!
થોડાવર્ષોપૂર્વે એક સમાચારપત્રમાં ભૂલથી એક વ્યક્તિનું નામ‘બેસણાં’ના વિભાગમાંછપાઈ ગયું.જે વાંચીને તે માણસહેરાન-પરેશાન થઈ ગયો.પરંતુ,થોડા સમયપછી તેને વિચાર આવ્યો કે,મારા વિશેશું છપાયુંછે તે મારે જાણવું જોઈએ. સમાચારપત્રમાં એના વિશે લખ્યું હતું, ’મૃત્યુનો સોદાગર મૃત્યુ પામ્યો.’ કારણઆ વ્યક્તિ ડાયનેમાઇટનો શોધક હતો. તેણે પોતાની જાતને પૂછ્યું, ‘શું લોકો મને આ રીતે યાદ કરશે?’એ દિવસથી એણે દુનિયામાં શાંતિ ફેલાવવા માટે કામ શરૂ કર્યું. એ માણસનું નામ હતું, આલ્ફ્રેડ નોબલ. આજે લોકો એમને નોબલ પારિતોષિકના જનક તરીકે જ યાદ કરે છે.
એટલે લોકોનાં હૃદયમાં અમીટ છાપ અંકિત કરવા માટે એક તત્ત્વચિંતક કહે છે, ‘આજ સુધી કોઈપણ વ્યક્તિનું સન્માન એ કારણથી નથી કરવામાં આવ્યું કે એણે દુનિયા પાસેથી શું અને કેટલું લીધું?પરંતુ,એટલા માટે જરૂર કરવામાં આવ્યું છે કે એણે દુનિયાને શું અને કેટલું આપ્યું?’
ખરેખર,‘બીજાનું ભલું કરવું’, ‘બીજા માટેઘસાવું.’ આવી પરોપકારી ભાવનાથી જ વ્યક્તિ સન્માનીય, આદરણીયઅનેસ્મરણીય બને છે.
એટલે જ એક કહેવતમાં કહ્યુંછે‘કર ભલા તો હો ભલા.’
પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજ પણ કહેતા કે, ‘બીજાના સુખમાં આપણું સુખ.’આ કેવળ વાચ્યાર્થ નહોતું પરંતુ તેમના જીવનમાં દૃશ્યમાન હતું.
હિંમતનગરનજીકનાહિંગટિયાગામના એક આદિવાસી ભાઈએથોડાવર્ષોપૂર્વે પૂ.પ્રમુખસ્વામી મહારાજનેઅમેરિકા પત્ર લખ્યો. સ્વામીશ્રીએ પત્ર વાંચ્યોપણ અક્ષર વાંચી શકાય તેમ નહોતા. પોસ્ટલ સ્ટેમ્પથીજાણથઈ કે આ પત્ર હિંમતનગર વિસ્તારનો છે. એટલે સ્વામીશ્રીએ આ વિસ્તારમાં વિચરણ કરતા સંતને ખાસ કહેવડાવ્યું કે, ‘આવો પત્ર આવ્યો છે તો કયા વ્યક્તિનોછે તે તમેતપાસ કરજો અને તેમને શું પ્રશ્ન છે એ જોઈ આવજો.’તપાસ કરતાજાણવામાં આવ્યું કેતેઓનોહેન્ડપમ્પ બગડી ગયો છે. સ્વામીશ્રીએ તરત જ આદેશ આપતાં કહ્યું કે, ‘આમાં સરકારી રાહત મળે કે નહીં?તે તપાસ કરો. જો ન મળતી હોય તો સંસ્થા દ્વારા પમ્પ રિપૅરકરાવી આપજો.’ આટઆટલી વ્યસ્તતા અને આવાં આંતરરાષ્ટ્રીય મહાનગરોમાં વિચરતા સ્વામીશ્રી નાનામાં નાના દુખિયારાઓની સંભાવના કરતા, તે તેઓની આધ્યાત્મિકતાનું અને ભલમનસાઈનું દર્શન હતું.
એક છોકરો નદીમાં ડૂબી રહ્યો હતો.તેથી તેણે મદદ માટે બૂમાબૂમ કરી.ત્યાંથી પસાર થતા એક માણસે દયાએ કરી તેનેબચાવી લીધો. જ્યારે એ માણસ જવા લાગ્યો ત્યારે છોકરાએ આભારવશ કહ્યું, ‘ધન્યવાદ.’ માણસે પૂછ્યું‘શા માટે?’ છોકરાએ પ્રત્યુત્તર આપ્યો, ‘મારી જિંદગી બચાવવા માટે.’ એ માણસે છોકરાને કહ્યું, ‘બેટા જ્યારે તું મોટો થાય ત્યારે સાર્થક કરજે કે તારી જિંદગી બચાવવા લાયક હતી.’
તો આપણે પણ બીજાના સુખમાં પોતાનું સુખ માનીજીવનસાર્થકકરીએ.

Previous articleમારે ક્ષર સ્વરૂપનો લોપ કરી અક્ષર સ્વરૂપ ધારણ કરી ફોટા પર સુખડનો હાર તસ્વીર બની ભીંત પર લટકવાની મહેચ્છા નથી !!!(બખડ જંતર)
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે