NMCની આચાર સંહિતાના તાજેતરમાં બહાર પાડવામાં આવેલા ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે હવે ડોક્ટરો દર્દીઓને મોંઘીદાટ બ્રાન્ડેડ દવાઓ વેચી શકશે નહીં
નવી દિલ્હી,તા.૩
નેશનલ મેડિકલ કમિશ દર્દીઓ પાસેથી મનફાવે તે રીતે પૈસા વસૂલતા આવા ડોકટરો સામે લાલ આંખ કરવાની તૈયારી કરી છે. દ્ગસ્ઝ્રની આચાર સંહિતાના તાજેતરમાં બહાર પાડવામાં આવેલા ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે હવે ડોક્ટરો દર્દીઓને મોંઘી બ્રાન્ડેડ દવાઓ વેચી શકશે નહીં. જો કે, ડોકટરોને તેમના દર્દીઓ માટે દવાઓ વેચવા માટે પ્રતિબંધિત કરવામાં આવશે નહીં. નેશનલ મેડિકલ કમિશન અનુસાર, ડોકટરો હવે ખુલ્લી દુકાનો ચલાવી શકશે નહીં કે તબીબી સાધનો વેચી શકશે નહીં. જણાવી દઈએ કે નવી જોગવાઈમાં ડૉક્ટરો તેમના દર્દીને એ જ દવા વેચી શકે છે, જેની તેઓ પોતે સારવાર કરી રહ્યા છે. આ સાથે ડોક્ટરોએ એ પણ ધ્યાન રખવાનું રહેશે કે દર્દીઓનું શોષણ ન થાય. નેશનલ મેડિકલ કમિશને ડોકટરો માટે વ્યાવસાયિક આચાર સંહિતામાં ફેરફાર કરતી વખતે ઘણી જોગવાઈઓ કરી છે. દ્ગસ્ઝ્રની આ જોગવાઈ બાદ નાના શહેરોના દર્દીઓને મહત્તમ લાભ મળશે. કારણ કે, એવું જોવા મળ્યું છે કે નાના શહેરોમાં દવાખાના ચલાવતા ડોકટરો પોતાની દુકાનો ખોલીને દર્દીઓને દવાઓ વેચે છે. નાના શહેરો અને ગામડાઓના ગરીબ લોકોને મોંઘી સરવારના નામે ખિસ્સા ખાલી કરવા પડે છે. પરંતુ, હવે નેશનલ મેડિકલ કમિશન દ્વારા કરવામાં આવેલા નવા ફેરફારો દર્દીઓને મોટી રાહત આપે તેવી શક્યતા છે. જો કે, ક્લિનિક્સ ચલાવતા ડોકટરોને તેમના દર્દીઓ માટે દવાઓ વેચવા પર પ્રતિબંધ નથી. એનએમસીની ની નવી ગાઈડલાઇન અનુસાર, ડોકટરો ખુલ્લી દવાની દુકાન નહીં ચલાવી શકે અથવા તબીબી સાધનો વેચી શકતા નથી. તે ફક્ત તે જ દવાઓ વેચી શકે છે, જેની તે પોતાની સારવાર કરી રહ્યા છે. આ સાથે દ્ગસ્ઝ્રએ હવે ડોક્ટરોને પ્રિસ્ક્રિપ્શન પર રજીસ્ટ્રેશન નંબર તેમજ ફી એડવાન્સમાં જણાવવા સૂચના આપી છે. NMAએ કહ્યું છે કે ધર્મના આધારે કોઈપણ દર્દીને સારવાર આપવાનો ઇનકાર કરી શકાય નહીં. હવે નસબંધી કરાવવાના કિસ્સામાં પતિ-પત્ની બંનેની પરવાનગી લેવી ફરજિયાત રહેશે. તે જ સમયે, પ્રથમ વર્ષથી અંતિમ વર્ષ સુધીના મેડિકલ વિદ્યાર્થીઓએ જણાવવું પડશે કે તેઓ વિદ્યાર્થીઓ છે, ડૉક્ટર નથી. દેશમાં આઝાદી પહેલા પણ ઘણા એવા કાયદા છે, જેમાં ડોક્ટરોને દર્દીઓને દવાઓ આપવાની છૂટ આપવામાં આવી છે.
જો કે, તે સમયે દેશમાં દવાની દુકાનો ઓછી હતી અને ડોકટરોએ પણ સેવાની ભાવનાનું ધ્યાન રાખ્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પણ આને મંજૂરી આપે છે. નાના શહેરોમાં આ જોગવાઈ એટલા માટે કરવામાં આવી હતી કારણ કે ડોકટરો ઘરે ગયા પછી પણ દર્દીની સારવાર કરે છે.