સચિન ઘરની દીવાલ, ફ્રીઝ, બારણાં તથા કપડાં રાખવાના કબાટ પર દાખલો ચોંટાડીને રિવિઝન કરતો હતો
આજે ગુજરાત બોર્ડનુ ધોરણ-12 સામાન્ય પ્રવાહનુ પરિણામ જાહેર થયુ છે. ત્યારે ભાવનગરમાં ટેમ્પો ચાલકનો પુત્ર બાર્ડની પરીક્ષામાં A1 ગ્રેડ સાથે પાસ થઈ પિતાનું નામ રોશન કર્યું છે. ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલ શ્રી રામ સોસાયટીમાં રહેતા નટવરભાઈ ખાસિયાના દીકરા સચિન જે ઘોઘાસર્કલ ખાતે આવેલી બી.એમ.કૉમર્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે જે આજે A1 ગ્રેડ સાથે પાસ થતા માતા-પિતાનું નામ રોશન કર્યું હતું,. મહેનત કરી ટેમ્પો ચાલકના આ દીકરાએ પોતાના પિતાની મહેનત અને પોતાના સંઘર્ષ તથા પ્રયાસોથી એવી સફળતા પ્રાપ્ત કરી છે કે જે તમામ લોકો માટે પ્રેરણારૂપ બનશે.સફળ થવા માટે કોઈ પણ સાધાનથી જરૂરી સાધના હોય છે. જો તમે પૂરી ઈમાનદારીથી પ્રયાસ કરો છો તો તેનું સારૂ પરિણામ ચોક્કસ મળે છે. આવી જ એક સફળતાની સ્ટોરી છે સચિન ખાસિયાની ટેમ્પો ચાલકના આ દીકરાએ પોતાના પિતાની મહેનત અને પોતાના સંઘર્ષ તથા પ્રયાસોથી એવી સફળતા પ્રાપ્ત કરી છે કે જે તમામ લોકો માટે પ્રેરણારૂપ બની ગઈ છે. ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં શ્રીરામ સોસાયટીના પ્લોટ નંબર 41માં રેહતા નટવરભાઈ ખાસિયાને બે દીકરાઓ છે, નટવરભાઈ પણ કોલેજ સુધીનો અભ્યાસ કર્યો છે અને તે કોલેજ કાળ દરમિયાન NCC કેડેડ્સ રહી ચૂક્યા છે, તેણે દિલ્હી ખાતે રિપબ્લિક ડે કેમ્પમાં ગુજરાત બટાલિયન એન.સી.સી ભાવનગર ભાગ લીધો હતો. 1988 ની સાલમાં રાજપથ યોજાયેલ પરેડ માં રાજકોટ ગ્રુપ માંથી બોયઝ કેડેડ આર્મી વિંગ માંથી સિલેક્ટ થયા હતા.
ટેમ્પો ચલાવી મોટા દીકરાને પણ Bca કેમિસ્ટ્રી ભણાવ્યો હતો અને હવે આ નાના દીકરા પણ આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તેના પિતાની ઈચ્છા છે કે, GPSCની પરીક્ષા પાસ કરે, બંને દીકરાનો અભ્યાસ પૂરો કરવા માટે શહેરના મોખડાજી સર્કલ પાસે ટેમ્પો ચલાવે છે, અને તેના દીકરોઓએ સિદ્ધિ હાંસલ કરતા પિતાનું હૃદય ગદગદી ઉઠયું હતું, દીકરાઓ પણ પોતાના પિતાની આ મહેનતને રંગ લાવી છે.
સચિન ની સફળતા પાછળનું રહસ્ય
સચિનના ઘરમાં બે નાના રૂમો છે. જેમાં એક રૂમનું નામ એકાઉન્ટિંગ અને બીજાનું નામ સ્ટેટેસ્ટિક રાખ્યું છે. જે રૂમનું નામ એકાઉન્ટિંગ રાખ્યું છે તેમાં તેણે ઘરમાં રહેલા ફ્રિજ પર એકાઉન્ટિંગ ના દાખલા ગણી ફ્રિજ પર ચોંટાડયા છે. કપડા મૂકવાના કબાટ પર એકાઉન્ટના દાખલા ચોંટાડયા છે, બારણું ખોલો તો તેની પાછળ પણ દાખલાઓ જોવા મળશે. દિવાલ પર નજર ફેરવો તો દિવાલ પર પણ દાખલા જ તમને જોવા મળશે. બીજા રૂમમાં સ્ટેટેસ્ટિક રૂમમાં તેણે આંકડાશાસ્ત્રને લગતા તમામ દાખલાઓને દિવાલ પર ચોંટાડયા છે.