ભાવનગરમાં ધોરણ – 12 સામાન્ય પ્રવાહનું 93.09 ટકા પરિણામ આવ્યું, A1 કેટેગરી માં 151 વિદ્યાર્થીઓ પાસ થયા

40

જિલ્લાનું પરિણામ 2020 કરતા ઊંચું નોંધાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશખુશાલ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ – 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ભાવનગર જિલ્લામાં કુલ 93.09 ટકા જેટલું પરિણામ આવ્યું છે. જેને લઈ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લામાં સામાન્ય પ્રવાહના 13 હજાર 733 વિદ્યાર્થીમાંથી 13 હજાર 665 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં આજે જાહેર થયેલા થયેલા પરિણામ મુજબ A1 કેટેગરી માં 151 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

આજે સવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર થઈ ગયું છે. સવારે 8 વાગ્યે શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર પરિણામ મુકવામાં આવ્યું હતું. પરિણામ ઓનલાઈન હોવાને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ ઘરે જ જોઈ લેતા હોય છે. ભાવનગર જિલ્લાનું પરિણામ 2020 કરતા ઊંચું નોંધાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશખુશાલ જોવા મળ્યા હતા.

જિલ્લામાં સામાન્ય પ્રવાહના 13 હજાર 733 વિદ્યાર્થીમાંથી 13 હજાર 665 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં આજે જાહેર થયેલા થયેલા પરિણામ મુજબ A1 કેટેગરી માં 151, A2-2113, B1-3935, B2-3639, C1-2164, C2- 679, D-38 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જ્યારે E1-2, Ni-1012 મળીને ઓવર ઓલ ભાવનગર જિલ્લાનું 93.09 ટકા જેટલું ઊંચું પરિણામ રહ્યું હતું. રાજ્યમાં 4.22 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જેમાંથી 2.91 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 86.91 ટકા પરિણામ આવ્યું છે. મહત્વનું છે કે, કોરોના મહામારી પછી 2 વર્ષ પછી ઓફલાઈન પરીક્ષા યોજાઈ હતી. 2021ના વર્ષે વૈશ્વિક મહામારી કોરોના કાળના કારણે ધોરણ – 10 અને ધોરણ – 12 નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન રાજય સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું.

Previous articleપિતાની મહેનત અને પુત્રના સંઘર્ષથી સફળતા:ભાવનગરમાં ટેમ્પો ચાલકના પુત્રએ બાર્ડની પરીક્ષામાં A1 ગ્રેડ મેળવી મેદાન માર્યું,
Next articleભાવનગરમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા પિતાની દીકરીએ ટ્યુશન વિના ભણીને બે વિષયમાં 100માંથી 99 માર્ક્સ મેળવ્યા