ઘોઘાના જકતનાકા પાસે બોલેરો ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલક અને સવાર સહિત બે યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા,ઘોઘા આઈ.ટી.આઈ માં તાલીમાર્થી તરીકે આવતા દેવેન્દ્રસિંહ કેતનસિંહ ગોહિલ,ઉ.17 અને રાજવીરસિંહ જનકસિંહ ગોહિલ,ઉ.17 રહે.બંને માલપર ગામના યુવાનો પોતાની XCD કંપનીની બાઈક નંબર GJ-4-AR-7571 લઈને ઘોઘા આઈ.ટી.આઈ કેન્દ્રથી ઘરે જતા હતા તે સમયે ઘોઘા જકાતનાકા પાસે પહોંચતા સામેથી પુરપાટ ઝડપે આવી રહેલ પિકઅપ બોલેરો ગાડી નં.GJ-14-X-5844 ના ચાલકે બાઇકને અડફેટે લેતા બાઈક પર સવાર બંને યુવાનોને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી,
બનાવ અંગેની જાણ ૧૦૮ ને કરાતા ૧૦૮ ના ડો.કિરણબેન દેવમુરારી અને પાયલોટ હરદેવસિંહ ગોહિલનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો,અને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ભાવનગર ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા,અકસ્માત સર્જી ફરાર થઇ ગયેલ બોલેરો ચાલકને ઘોઘા પોલીસે ઘોઘા રો-રો ફેરી ખાતેથી ઝડપી પાડયો હતો.
રિપોર્ટર નિતીન મેર ઘોઘા