દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૯૬૨ નવા કેસ નોંધાયા

26

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૨૬ સંક્રમિતોના મોત : દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૨૨,૪૧૬ થઈ છે જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૪,૬૭૭ પર પહોંચ્યો છે
નવી દિલ્હી, તા.૪
ભારતમાં કોરોના કેસમાં ફરી વધારો થયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૯૬૨ નવા કેસ નોંધાયા છે ૨૬ લોકોના મોત થયા છે. ૨૬૯૭ લોકો સાજા થયા છે. ગઈકાલ કરતાં આજે કેસમાં સાધારણ ઘટાડો થયો છે.૩ જૂન શુક્રવારે ૪૦૪૧ નવા કેસ નોંધાયા અને ૧૦ સંક્રમિતોના મોત થયા હતા. ૨ જૂન ગુરુવારે ૩૭૧૨ નવા કેસ અને ૫ સંક્રમિતોના મોત થયા હતા. ૧ જૂન બુધવારે ૨૭૪૫ નવા કેસ નોંધાયા અને ૬ સંક્રમિતોના મોત થયા હતા. ૩૧ મે મંગળવારે ૨૩૩૮ નવા કેસ નોંધાયા અને ૧૯ સંક્રમિતોના મોત થયા હતા. ૩૦ મે સોમવારે ૨૭૦૬ નવા કેસ નોંધાયા હતા અને ૨૫ સંક્રમિતોના મોત થયા હતા. ૨૯ મે રવિવારે ૨૮૨૮ નવા કેસ નોંધાયા હતા અને ૧૪ સંક્રમિતોના મોત થયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૨૨,૪૧૬ થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૪,૬૭૭ પર પહોંચ્યો છે. દેશમાં ૪,૨૬,૨૫,૪૫૪ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૯૩,૯૬,૪૭,૦૭૧ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે ૧૧,૬૭,૦૩૭ ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧થી રસીકરણ શરૂ થયું હતું. ગયા અઠવાડિયે કૉવિડના કેસો ઝડપથી વધવા લાગ્યા છે અને સાપ્તાહિક સંક્રમણ દરમાં વૃદ્ધિ થવાની વાતને ધ્યાનમાં રાખતા કેન્દ્રએ પાંચ રાજ્યને કોરોના વાયરસના કોઇપણ પ્રકારના પ્રસારને નિયંત્રિત કરવા માટે નજર રાખવા અને જરૂર પડવા પર સાવધાનીભર્યા પગલાં ભરવાની સલાહ આપી છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ભૂષણે તામિલનાડુ, કેરળ, તેલંગાણા, કર્ણાટક અને મહારાષ્ટ્રને કોરોના મામલે એક પત્ર લખ્યો છે, પત્રમાં કહેવાયુ છે કે, ભારતમાં કૉવિડ ૧૯ના કેસોમાં કેટલાક રાજ્યોમાથી વધુ કેસો સામે આવી રહ્યાં છે. જેનાથી સંક્રમણના પ્રસારના સ્થાનીયકરણ થવાની સંભાવનાના સંકેત મળે છે.ભૂષણે કહ્યું કે, એટલા માટે જન સ્વાસ્થ્ય પ્રતિક્રિયા પર એક જોખમ આંકલન આધારિત વલણનુ અનુપાલન કરવાની જરૂર છે. સાથે જ મહામારી સામે લડવામાં અત્યાર સુધી મળેલી સફળતાને પણ ના ગુમાવવી જોઇએ. પત્રમાં તેમને કૉવિડ કેસોમાં છેલ્લા ત્રણ મહિનાઓમાં દેશમાં ખુબ કમી આવવાનો ઉલ્લેખ કર્યો છે.

Previous articleCorbevax ને બૂસ્ટર ડોઝના રૂપમાં DCGIએ આપી મંજૂર
Next articleમે માસમાં દેશમાં સેન્ટ્રલ પૂલમાં ઘઉંનો સ્ટોક પાંચ વર્ષના તળિયે