પર્યાવરણ દિવસ નિમિતે ભાવનગર ૧૦૮ દ્રારા વૃક્ષોરોપણ કરી ઉજવણી કરાઈ

28

૫મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ સમગ્ર વિશ્વમાં આજે પર્યાવરણ દિવસની ઉજવણી વિવિધ કાર્યક્રમો દ્રારા ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ ૧૦૮ ભાવનગર દ્રારા શહેરના પ્રભુદાસ તળાવ પાસે વૃક્ષોરોપણ કરવામાં આવ્યું હતું. શહેર માં પર્યાવરણ દિવસની જુદા-જુદા કાર્યક્રમો કરી ઉજવણી કરવામાં આવી છે જેમાં આજરોજ ભાવનગર ૧૦૮ ની ટિમ દ્રારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે શહેરના પ્રભુદાસ તળાવ પાસે આવેલ ફાયર સ્ટેશન ખાતે વૃક્ષો રોપણ કરવામાં આવ્યું હતું, ૧૦૮ ટિમ તથા પ્રકૃતિ પ્રેમીઓએ વૃક્ષારોપણ કરી વૃક્ષોને જતન કરવા જાહેર અપીલ કરી છે. સાથે સાથે કેટલીક ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આ દિનની અનોખી ઉજવણી કરવામાં આવી છે. આ વૃક્ષોરોપણ કાર્યક્રમમાં જીવીકે ૧૦૮ ભાવનગરના ઈએમઈ નરેશ ડાભી તેમજ ડ્રેનેજ વિભાગના ભરતભાઈ અને સફાઈ વિભાગના સંજયભાઈ સાથે ૧૦૮ના સ્ટાફ હાજર રહ્યા હતા.

Previous articleભાવનગર મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પર્યાવરણ દિવસ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમો યોજાયા
Next articleરાણપુર શહેરમાં પોલીસ ચોકી અને કોર્ટ પરીસરમાં વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો