નગર સેવક નાઝાભાઈએ જન્મદિવસ શ્રમજીવી વચ્ચે અનોખી રીતે ઉજવ્યો

1205

સામાન્ય રીતે જન્મ દિવસે કેક કાપી હોટલમાં પાર્ટી યોજવાનો રિવાજ છે ત્યારે નગરના સેવક નાઝાભાઈ ઘાંઘરે પોતાના જન્મ દિવસ પોતાના કુટુંબ અને મિત્રો સાથે સફાઈ કામદાર અને શ્રમજીવી બહેનો સાથે કેક કાપી અનોખી રીતે ઉજવ્યો હતો.

આ પ્રસંગે તેમણે શ્રમજીવી પરિવારની ખાસ કરીને બહેનોને સાડી જેવી ભેટ આપી પોતાના જન્મ દિવસની અનોખી ઉજવણી કરી હતી. હાજર રહેલા શ્રમજીવી પરીવારો પણ ખુશખુશાલ હતા. જો કે તે વિસતારના આગેવાનની આવી ભાવનાને સલામ કરવાનું મન જરૂર થાય. તેમની સાથે કોર્પોરેટર કાર્તિક પટેલ તથા ભાજપના મહેન્દ્ર દાસ પણ જોડાયા હતા.

Previous articleરાજપુત યુવા વિકાસ પરિષદ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર
Next articleગાંધીનગર મનપા દ્વારા મુખ્ય મંત્રી એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો