ગાંધીનગર મનપા દ્વારા મુખ્ય મંત્રી એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો

1493

ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા આજરોજ મુખ્ય મંત્રી એપ્રેન્ટીસ તાલી યોજના અન્વયે એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન બલરામ ભવન, સેકટર-૧૨, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળાના ગાંધીનગર મહાનગર પાલિકાના મેયરના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ ભરતીમેળામાં કુલ-૭૦૩ અરજીઓ આવી હતી.

મહાનગરપાલિકા દ્વારા આયોજીત એપ્રેન્ટીસ ભરતી મેળાને ખુલ્લો મુકતાં મનપાના મેયરે જણાવ્યું હતું કે, યુવાનોની સંખ્યા ભારતમાં અન્ય દેશો કરતાં વધુ છે. એવા સંજોગામાં દેશના યુવાનોને તેમનામાં રહેલી આવડત અને કૌશલ્ય આધારિત કામ મળી રહે તો સુંદર દ્રશ્ય સર્જી શકે તેમ છે. આ દિશામાં પહેલ કરીને ગુજરાત સરકારે મુખ્ય મંત્રી એપ્રેન્ટીસ તાલીમ યોજના શરૂ કરી છે. આ યોજના કુશળ સ્કીલ્ડ માનવબળ ઉભું કરવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે, તેવું જણાવી યોજનાની વિશેષ માહિતી આપી હતી.

આ ભરતી મેળામાં અલગ- અલગ ઔધોગિક કંપનીઓ, હોટેલ, મોલઓએ ઉમેદવારોની પસંદગી કરવા માટે ભાગ લીધો હતો આ પ્રસંગે આઇ.ટી.આઇના પ્રિન્સીપાલ ભરતભાઇ નાયકએ પણ પ્રાસંગિક ઉદૂબોધન કર્યું હતું.

આ પ્રસંગે મનપાના સ્થાયી સમિતિના ચેરમેન મનુભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર એસ.એલ. અમરાણી, શહેર ભાજપના પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલ, પૂર્વ મેયર હંસાબેન મોદી, મહાનગર પાલિકાના કાઉન્સિલર સર્વ નિતનીભાઇ પટેલ, નાંઝાભાઇ ધાંધર, ઘીરૂભાઇ ડોડિયા, નરેશભાઇ પરમાર, હર્ષાબા ધાંધલ, પ્રવિણાબેન વોરા, પ્રીતિબેન દવે, નિલાબેન શુક્લ, રીટાબેન પટેલ, નાયબ મ્યુનિસિપલ કમિશનર જે.બી. બારેયા સહિત મોટી સંખ્યામાં રોજગાર વાચ્છુક ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતાં

ભરતી મેળામાં મેયર જ લેટ આવતાં કાર્યક્રમ મોડો શરૂ થયો

મુખ્યમંત્રીની મહત્વની અને યુવાનો માટેની એપ્રેન્ટીશ – રોજગાર ભરતી મેળામાં હજારો યુવાનો જયારે રાહ જોઈ રહ્યા હતા કાર્યક્રમ કયારે શરૂ થાય ત્યારે બેજવાબદારી કહો કે વ્યસ્તતા પરંતુ કોર્પોરેશનના કાર્યક્રમમાં ખૂદ મેયર સમય સાચવી શકયા ન હતા. તેમની રાહ જોઈ કેટલાક યુવાનો સમયસર કાર્યક્રમ શરૂ ન થતાં ચાલી ગયા હતા. હાજર અધિકારીઓ અને પદાધિકારીઓ પણ સમયસર મેયર નહીં આવવાથી વિમાસણમાં મુકાઈ ગયા હતા. નેતાઓ સમયસર નહીં આવી શકતા હોવાની ઉકત ફરી એકવાર ગાંધીનગર મેયરે સાચી સાબિત કરી બતાવી હતી. જોકે અંદરખાને ગુપસુપમાં અધિકારીઓ તથા રોજગારી માટે આવેલા યુવાનો તેમને માટે ખરાબ બોલતા સંભળાયા હતા.

Previous articleનગર સેવક નાઝાભાઈએ જન્મદિવસ શ્રમજીવી વચ્ચે અનોખી રીતે ઉજવ્યો
Next articleવિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્લાસ્ટિક તેમજ પ્રદુષણ મુકત ઝુંબેશ