ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

36

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા ૫ જૂન ના રોજ રેડક્રોસ ભવન ભાવનગર તેમજ પ્રાયમરી હોસ્પિટલ તેમજ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ અને મોબાઈલ હેલ્થ યુનિટ અલંગ તેમજ શિપ રિસાયકલિંગ એશો. ના સહકાર થી અલંગના વિવિધ પ્લોટમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી,

આ ઉજવણીમાં રેડક્રોસ દ્વારા પોસ્ટર પ્રદર્શન, ગ્લોબલ વોર્મિંગ ઉપર સેમિનાર તથા પર્યાવરણ અને વન્ય જીવસૃષ્ટિના જતન તથા નદી, દરિયો અને ગામ અને શહેર સ્વચ્છ રાખવા સફાઈ ઝુંબેશ ,વરસાદી જળ ના સંગ્રહ માટે કાર્ય કરવા તેમજ ગ્લોબલ વોર્મિંગ અટકાવવા માટે વક્તવ્ય આપવામાં આવેલ અને સૌને શપથ લેવડાવવા માં આવ્યા હતા.આ કાર્યક્રમ ના આયોજન માટે ચેરમેન ડો મિલનભાઈ દવે, સેક્રેટરી વર્ષા બેન લાલાણી, વા.ચેરમેન સુમિતભાઈ ઠકકર ના માર્ગદર્શન નીચે ડો.દિપકભાઈ જોશી, ડો અગ્રાવત, ડો.કુંજ દવે, વિનયભાઈ કામળિયા, જગદીશ બામરોટીયા, હરેશભાઇ જાની, અને સ્વંયસેવકો, નર્સિંગ સ્ટુડન્ટસ, અને શુભેચ્છકો જોડાયા હતા.

Previous articleજળ જીવન મીશન યોજના થકી ભાવનગરના ઘોઘા તાલુકાના વાવડી ગામના પગ પખાળતું નર્મદાનું નીર
Next articleપુષ્પાની સીક્વલ માટે અલ્લુ અર્જૂનની ૧૦૦ કરોડની માગ