ઘેલછાનું બીજું નામ માણસ છે. જન્મ લે ત્યારથી ઘેલછાને પંપાળે છે, પોષે છે. માણસને જે નથી તે થવાની ઘેલછા હોય છે.
દેવો ઇ
અને દાનવોએ મેરૂ પર્વતનો રવૈયો અને શેષનાગની રાશ- દોરડું કરીને સમુદ્રમંથન કરેલ. જેમાં ચૌદ રત્નો નીકળેલા તેમ જ વિષ પણ નીકળેલું.ભગવાન જેવા ભગવાને વિશ્વ મોહિનીસ્વરૂપ ધારણ કરી,લટકા, મટકા, ઝટકા, ચટકા કરીને અસુરોને અમૃતને બદલે વિષપાન કરાવેલ હતું. તત્સમયે સરકારી સેવાનો લાભ લેવા માટે આધારકાર્ડ લિંક કરવાની સિસ્ટમ ન હતી!!ભગવાને અડધું શિવ અને અડધું પાર્વતીનું અર્ધનારીશ્વર સ્વરૂપ ધારણ કરેલું.
ઘણા લોકો ખાસ કરીને મહિલાઓ કરોળિયાની ડરતી હોય છે. છતાં, કરોળિયો થવાની ખંજવાળ આવે છે.
સ્પાઇડરમેનની કરામત અને કરતબના ઘણી ફિલ્મો આવી છે, જે બ્લોક બસ્ટર રહી છે.આ ફિલ્મો ફિકશનમાં પણ પરમ પિતાશ્રી હોય છે.સ્પાઇડરમેન નેટ જેવા દોરડે લટકીને સાહસો કરે છે. એ બધી સ્ટંટ ટેકનિકસ અને ગ્રાફિકસની કમાલ હોય છે. વાસ્તવમાં કોઇ તેવો ખેલ કરવા જાય તો છ મહિનાનો ખાટલો થાય!!! અલબત, કેટલાક સાહસવીરો સ્પાઇડરમેનની જેમ મલ્ટીસ્ટોરી બિલ્ડિંગ સડસડાટ ચડી જાય છે.
અર્જુન ગુપ્તવેશમાં સ્ત્રી બનીને બૃહન્લા બન્યો હતો. જે નૃત્ય શિક્ષક બન્યો હતો. ભીમ સૈરંન્ધ્રી બન્યો હતો. જેના પર રાજાનો સાળો લટ્ટુ બન્યો હતો!!
ગ્રેટ શોમેન રાજકપૂરે અનેક ફિલ્મો બનાવેલી. ભોળા ગામડિયાનો મેઇકઓવર કરેલો અને સેન્સર બોર્ડની આંખમાં ધૂળ નાંખીને સેકસ પીરસેલ . રાજકપૂરે તેનું સર્વસ્વ હોમીને મેરા નામ જોકર બનાવેલ. જે ભયંકર ફલોપ રહી હતી. જેના લીધે આર્થિક રીતે ખુવાર થયેલો.અલબત, એ ફિલ્મમાં જોકરનું કિરદાર સજીવન કરેલ અને જોકરના જીવનનું કારૂણ્ય આબેહૂબ દર્શાવેલ.
પહેલાંના સમયમાં સિનેમા કે નાટક કે સંગીતમાં પરફોક્મ કરવું એ હિનતમ ગણાતું હતું. એ સમયે સ્ત્રીપાત્રો ભજવવા કોઇ સ્ત્રી તૈયાર ન હોવાથી પુરૂષો સ્ત્રીવેશ કાઢતા હતા. થોડાં આંસુ થોડાં ફૂલ નામની અદ્ભૂત આત્મકથા આપનાર જયશંકર ભોજકે સ્ત્રીપાત્રમાં ઓતપ્રોત થઇને સ્ત્રીપાત્રોની ઊજવણીમાં કરી કે તેમને સુંદરીનું બિરુદ મળેલ.તે સમયની શેઠાણીઓ, ભદ્રલોકોમાં માનુનીઓ સુંદરી જેમ સાડી પહેરે,ચોટલો ગૂંથે તેની અદલોઅદલ કોપી કરવામાં ધન્યતા સમજતી હતી!!!
અત્યારે સુનિલ ગ્રોવર, અલિ વગેરે સહજતાથી સ્ત્રીપાત્રો ભજવે છે. કમલહાસન અને ગોવિંદાએ પૂરી ફિલ્મમા ચાચાનું મનોરંજક પાત્ર ભજવેલું હતું!!!
આપણે નાતાલ સાથે નાતાલ ટ્રી, કેક, રોશની અને શાંતાકલોઝ સંકળાયેલ છે.અસલી શાંતાકલોઝ સ્થૂળકાય ,સફેદ વાળવાળા,ગુચ્છાદાર લાલ ટોપી , ધંટ અને ગિફટનો ઝોલો હોય. શાંતાકલોઝ થવા માટે વધુ ખર્ચ કરવો પડતો નથી. નાતાલની ઉજવણી દરમિયાન દુકાન કે મોલ કે રેસિટોરેન્ટના નોકરો શાંતાકલોઝ બની બાળકો માટે આકર્ષણ ઉભું કરે છે!!
આપણે ત્યાં વરસો પહેલાં નવરાત્રી પર ભવાયા-તરગાળા વેશ કાઢતા હતા. વીર માંગડાવાળો, રા’નવઘણ, પૃથ્વીરાજ ચૌહાણ વગેરે. “રાત થોડીને વેશ ઝાંઝાં “ કહેવત પણ છે. અડધી સદી કરતાં વધુ પહેલાં, મેટેલના અમેરિકન સ્ટેનોગ્રાફર રુથ હેન્ડલર બાર્બી ડોલની છબી સાથે આવ્યા હતા, અને ત્યારથી પાતળા પગ, વાદળી આંખો અને પાતળી કમરવાળી સોનેરીએ સમગ્ર વિશ્વને જીતી લીધું છે. બાર્બી ડૉક્ટર, કારભારી, બિઝનેસ વુમન, રોક સ્ટાર, શિક્ષક, મિલિટરી પાઇલટ બની. એલિઝાબેથ ટેલર, મેરિલીન મનરો, ઓડ્રી હેપબર્નના દેખાવની નકલ કરતી બાર્બી ડોલ્સ દેખાઈ હતી … પરંતુ તાજેતરમાં સુધી તે કલ્પના કરવી પણ મુશ્કેલ હતું કે લોકો ઢીંગલીની નકલ કરશે.
૧૯ વર્ષીય ડાકોટા રોઝને પ્રથમ વખત જોનારા તમામ લોકોએ સર્વસંમતિથી જાહેર કર્યું કે આ એક પુનર્જીવિત બાર્બી ડોલ છે. બાર્બી સાથે ડાકોટાની અદ્ભુત સામ્યતાએ તેણીને જાપાન અને ચીન જેવા દેશોમાં ખૂબ જ લોકપ્રિય બનાવી છે, જ્યાં છોકરી વારંવાર સમાચારોમાં દર્શાવવામાં આવી છે. જોકે ડાકોટાના મોટાભાગના ચાહકો તેને કોસ્પ્લેયર માને છે, છોકરી પોતે કહે છે કે તેણે ક્યારેય બાર્બીની નકલ કરવાનો પ્રયાસ કર્યો નથી. ૧૫ વર્ષની ઉંમરે, વેનેરા પાલેર્મો ડોલ્સ પ્રત્યે એટલી જ ઉત્સાહી છે જેટલી તે બાળપણમાં હતી. વિનસ એન્જેલિકના ઉપનામ હેઠળ, લંડનની એક કિશોરીએ તેના જેવા બનવા માંગતા ચાહકો માટે યુટ્યુબ ચેનલ ખોલી છે. તેણીની ચેનલ પર, વિનસ પોતાને કેવી રીતે જીવંત ઢીંગલી બનાવવી તેના રહસ્યો શેર કરે છે. મોડલ લિન કે ટોંગ, જેનો જન્મ ૨૦ સપ્ટેમ્બર, ૧૯૮૮ ના રોજ થયો હતો, તેણે પહેલાથી જ તેના ઢીંગલી જેવા દેખાવથી ખૂબ લોકપ્રિયતા મેળવી છે. ચાઈનીઝ હાઈસ્કૂલની વિદ્યાર્થિની વાંગ જયુન કોરિયન ઈન્ટરનેટ પર પ્રખ્યાત થઈ ગઈ કારણ કે તે પોડમાં બે વટાણા જેવી ફૂલેલી ઢીંગલી જેવી દેખાય છે.
વાંગ જયુન ૧૬૪ સેમી ઉંચી છે અને તેનું વજન ૪૨ કિલો છે. આ છોકરીનો જન્મ હોંગકોંગના કોવલૂનમાં થયો હતો અને હાલમાં તે ચીનના શેનઝેનમાં રહે છે. બાર્બી ડોલ્સ સામાન્ય રીતે નાની છોકરીઓને વ્યસની હોય છે. પરંતુ ચાર્લોટ હોટમેન, ૨૪, તેના ઢીંગલા સંગ્રહથી એટલી ઝનૂની હતી કે તેણે બાર્બી જેવા દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરી પર ફ્ર૧૦,૦૦૦ ખર્ચ્યા. ચાર્લોટને નાકની નોકરી મળી, તેના હોઠમાં કોલેજનનું ઇન્જેક્શન લગાવ્યું અને માનવ બાર્બીમાં પરિવર્તિત થવા માટે તેના વાળને સોનેરી રંગમાં રંગી દીધા. બાકીના પૈસા છોકરીએ આખરે ઇમેજને મેચ કરવા માટે પોશાક પહેરે પર ખર્ચ્યા. સાઉથ કોરિયન ગર્લ ગ્રુપ ગર્લ્સ જનરેશનની જેસિકાની વારંવાર ઢીંગલી સાથે સરખામણી કરવામાં આવી છે. જેસિકાનો એક ફોટો જે તાજેતરમાં ઈન્ટરનેટ પર સામે આવ્યો છે તે તેની ઢીંગલી સાથેની સામ્યતાને સંપૂર્ણ રીતે કેપ્ચર કરે છે.
હમણા જાપાનમાં ટોકો નામના એક વ્યકિત કે જે યુ ટયુબ કંપનીનો માલિક છે. તેણે શ્વાન જેવા દેખાવા ૨૦ લાખ યેન ફૂંકી માર્યા.કોલી નામની પ્રજાતિના શ્વાન જેવા દેખાવા ટોકોભાઇએ ઝેપેટ નામની કંપનીની સેવા લીધી હતી. આ કંપનીંએ બાર લાખ ભારતીય રૂપિયામાં આ સોદો પાર પાડ્યો. આ કોસ્યુંમ બનાવવામાં ૪૦ દિવસ લાગ્યા હતા.ટોકોએ પોતાની મહેચ્છા પૂર્ણ કરી!!
રાજુ રદી જેનું નામ. બસ વાત ન પૂછો. રાજુએ ગમે તેમ કરીને ઝેપેટનો નંબર મેળવ્યો. ઝેપેટને કહ્યું,” બાય હુક ઓર બાય ક્રુક આઇ વોન્ટ હાલારી ડોન્કી કોસ્યુંમ!!!”
મે આ સાંભળીને રાજુને કહ્યું,” શું કામ કોસ્યુંમ માટે પૈસા ખર્ચે છે, જે તું ઓલરેડી છે???
સાલ્લું રાજુ રદી હોંચી હોંચી કરવા લાગ્યો!!!!
– ભરત વૈષ્ણવ