દેશમાં ચોથી લહેરના ભણકારા, કેરલની સ્થિતિ ખરાબ : પાછલા દિવસની તુલનામાં ૭.૮ ટકા વધુ કેસ નોંધાયા
નવી દિલ્હી, તા.૫
દેશમાં કોરોનાની ચોથી લહેરના ભણકારા વાગી રહ્યાં છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના ૪૨૭૦ કેસ સામે આવ્યાં છે. તમને જણાવી દઈએ કે પાછલા દિવસની તુલનામાં ૭.૮ ટકા વધુ કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી દેશમાં કોરોનાના કુલ ૪,૩૧,૭૬,૮૧૭ કેસ નોંધાયા છે. દેશમાં કેરલની સ્થિતિ સૌથી ખરાબ છે. અહીં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૬૫ નવા કેસની પુષ્ટિ થઈ છે. સૌથી વધુ કોરોના કેસ નોંધાયા હોય તેવા પાંચ રાજ્યોમાં કેરલમાં ૧૪૬૫ કેસ, મહારાષ્ટ્રમાં ૧૩૫૭ કેસ, દિલ્હીમાં ૪૦૫ કેસ, કર્ણાટકમાં ૨૨૨ કેસ અને હરિયાણામાં ૧૪૪ કેસ નોંધાયા છે.દેશમાં નોંધાયેલા નવા કેસમાં ૮૪.૧૪ ટકા કેસ માત્ર આ પાંચ રાજ્યોમાં સામે આવ્યા છે. માત્ર કેરલમાં જ ૩૪.૩૧ ટકા કેસ સામે આવ્યા છે. તો છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસમાં ૧૬૩૬નો વધારો થયો છે. કોરોના સંક્રમણને કારણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫ દર્દીના મોત થયા છે. ત્યારબાદ કુલ મૃત્યુઆંક વધીને ૫,૨૪,૬૯૨ થઈ ગયો છે. દેશમાં કોરોનાથી રિકવરી રેટ અત્યારે ૯૮.૭૩ ટકા છે. છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૨૬૧૯ દર્દી સાજા થયા છે, ત્યારબાદ દેશમાં અત્યાર સુધી ૪,૨૬,૨૮,૦૭૩ લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. દેશમાં કોરોના સામે રક્ષણ મેળવવા છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વેક્સીનના ૧૧ લાખ ૯૨ હજાર ૪૨૭ ડોઝ આપવામાં આવ્યા છે. આમ દેશમાં અત્યાર સુધી કુલ મળીને કોરોના વેક્સીનના ૧૯૪૦૯૪૬૧૫૭ ડોઝ આપી દેવામાં આવ્યાં છે.
ફરીવાર ચર્ચામાં કરન જોહરની પાર્ટી, ૫૫ સેલિબ્રિટી કોરોના સંક્રમિત થયા
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે પણ કોઇ પાર્ટીનો ઉલ્લેખ થાય છે તો ફેમસ ડિરેક્ટર કરન જોહરનું નામ સૌનાં મોઢે આવે જ છે. કરણ જોહરે હાલમાં તેનાં મિત્રોને માટે ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું. તેણે તેનો ૫૦મો જન્મ દિવસ ઉજવ્યો હતો જેમાં સેલિબ્રિટીએ હાજરી આપી હતી. પણ તેની પાર્ટીઓ ઘણી વખત કોન્ટ્રોવર્સી ક્રિએટ કરે છે. કરણની પાર્ટી ક્યારેક કોરોના તો ક્યારેક ડ્રગ્સની ખબરને કારણે ચર્ચામાંર હે છે. તો ફરી એક વખત કરન જોહર તેની પાર્ટી માટે ચર્ચામાં આવ્યો છે.કરણે તેનો ૫૦મો જન્મ દિવસ અંધેરી વેસ્ટમાં તેનાં જ સ્ટૂડિઓમાં ઉજવ્યો હતો જેમાં રિતિક રોશન, કેટરીના કૈફ, કિયારા અડવાણી, જાહ્નવી કપૂર, મલાઇકા અરોરા અને કરીના કપૂર ખાન જેવા મોટા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. હવે મળતી માહિતી મુજબ, કરનની પાર્ટીમાં ફરી કોરોના વિસ્ફોટ થયો છે. અને ૫૦થી ૫૫ લોકો સંક્રમિત થયા છે. આ ખબર સાંભળ્યા બાદ એ કહેવું કંઇ જ ખોટું નથી કે કરન જોહરની પાર્ટી લગ્નનાં લાડુ જેવી છે. જે ખાય તે પછતાય જે ના ખાય તે લલચાય.. બોલિવૂડ તડકાનાં રિપોર્ટ અનુસાર, આ સ્ટાર્સ બદનામીનાં ડરથી તેનાં કોવિડ પોઝિટિવ થવા પર રિવીલ નથી કરી રહ્યાં. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી કરન જોહરનાં ઘણાં મિત્રો સંક્રમિત થયા છે. તેમાં મોટાભાગનાં લોકોએ કોરોના પોઝિટિવ હોવા પર કોઇ ખુલાસો કર્યો નથી. આ કહેવું મુશ્કેલ છે કે, સ્ટાર્સમાં સંક્રમણ કોણે ફેલાવ્યું. પણ રિપોર્ટ મુજબ કાર્તિક આર્યન સાથે પ્રોમોશન કરી રહેલી એક્ટ્રેસ દ્વારા આ વાયરલ સૌમાં ફેલાયો છે. કથિત રીતે કિયારા અડવાણી જણાવવામાં આવી રહી છે. તે કાર્તિક આર્યન સાથે ’ભૂલ ભુલૈયા-૨’નું પ્રમોશન કરી રહી હતી. આ વર્ષે ૈૈંંહ્લછ ૨૦૨૨માં ઘણાં સ્ટાર્સે હાજરી નથી આપી. કદાચ તેની પાછળનું કારણ કોવિડ સંક્રમિત હોવાનું હોઇ શકે છે. હાલમાં આ માત્ર એક કયાસ લગાવવામાં આવ્યો છે. તે અંગે જોડાયેલી કોઇપણ માહિતીની પુષ્ટિ અધિકૃત રીતે થઇ નથી.