વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્લાસ્ટિક વેસ્ટ અને સ્વચ્છતા અભિયાનનું આયોજન નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા સફાઈ કાર્યક્રમ રાખી કરવામાં આવ્યું હતું. નિસર્ગ સાયન્સ સેન્ટરના બાળકો તેમજ પર્યાવરણ પ્રેમિઓએ પ્લાસ્ટીક પ્રદુષણ પર અંકુશ રાખવા મુદ્દે જાગૃતિ સાથે સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત શહેરના ચ-૦ સર્કલથી કોબા સર્કલ સુધીના માર્ગની સફાઈ હાથ ધરી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અનોખી રીતે ઉજવી હોવાનું નિસર્ગ સાયન્સ સેન્ટરના ડૉ. અનિલ પટેલે જણાવ્યું હતું.