ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ દ્વારા 05 જુન વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણી વિકટોરીયા પાર્ક ખાતે પ્રક્રૃતિ ના સાનિધ્યમાં રહી કરવામા આવી સવારે 09 થી બપોરનાં 04 સુધી મા આંબા નરસરી ખાતે સફાઈ , માટી એકત્રીકરણ , ખાતર એકત્રીકરણ , બીજ એકત્રીકરણ , બીજ રોપણ , વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો દીવસભર કર્યા બપોરે સ્કાઉટ ગાઈડ બાળકો એ સમુહ ભોજન નો આનંદ માણ્યો.
સમગ્ર કાર્યક્રમ દરમ્યાન એસ.આર.ડાકી-આર.એફ.ઓ , દીવ્યરાજસિહ સરવૈયા-આર.એફ.ઓ , ડો.નલિનભાઈ પંડીત પૂર્વ નિયામક જી સી ઈ આર ટી ગાંધીનગર , બાબાલાલ પંડ્યા-સાગરભારતી , એન એફ ત્રિવેદી જિ મુખ્ય કમિશ્નર , દર્શનાબેન ભટ્ટ- ગાઈડ કમિશ્નર વિગેરેની વીશેષ ઉપસ્થિતિ રહી હતી ભાવનગર શહેરની 12 શાળા ના 100 સ્કાઉટ ગાઈડ , રોવર અને શિક્ષકો જોડાયા હતા સામાજિક વનીકરણ રેન્જ ભાવનગર આંબા પ્લોટ નર્સરી દ્વારા ખુબ સુદર સહયોગ અને વ્યવસ્થા કરીઆપવામા આવેલ સ્કાઉટ ગાઈડ ને છાશ , લીંબુ સરબત ભોજનમાં મોતીચુરના લાડુ અને બપોરે વધારેલા ચણાનો નાસ્તો આપવામા આવેલ કાર્યક્રમ પૂર્ણ થયે દરેક ને વીના મુલ્યે રોપા આપવામાં આવેલ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ફોરેસ્ટર તૃષિકાબેન અને તેમની ટીમ અજયભાઈ ભટ્ટ , યશપાલ વ્યાસ અને સીનીયર સ્કાઉટ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.