ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો પો.હેડ કોન્સ. ભહિપાલસિંહ ચુડાસમાને બાતમીરાહે મળેલ હકિકત આધારે રાહુલ ઉર્ફે ચીની જયેશભાઇ મારૂ (રહે.હનુમાનદાદાની દેરી પાસે, વણકરવાસ,ઉત્તર કૃષ્ણનગર, ભાવનગર) એ ઉત્તર કૃષ્ણનગર, વણકરવાસ,કુવાવાળો ચોકથી આગળ નરસંગદાદાનાં મંદિર પાસે બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી અલગ-અલગ માણસોને ટુ વ્હીલર વાહનોમાં હેરફેર કરે છે. આ હકીકત આધારે રેઇડ કરતા તે હાજર મળી આવેલ નહિ.આ જગ્યાએથી ઇંગ્લીશ લીધેલ વાહનો મળી કુલ રૂ.૧,૯૬,૮૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી ઘોઘા રોડ પો.સ્ટેમાં પ્રોહિ.એકટની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એલસીબીના દરોડામાં ગ્રેવીટી ગ્રીન એપલ ફલેવર્ડ વોડકા ૧૮૦ સ્ન્ કાચની કંપની સીલપેક બોટલ નંગ-૬૨૪ કિ.રૂ. ૪૬,૮૦૦ તથા ગ્રે કલરનું એકસેસ સ્કુટર રજી.નંબર-ય્ત્ન-૦૪-ડ્ઢત્ન-૨૬૦૮ કિ.રૂ.૫૦ હજાર, સીલ્વર કલરનું હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નંબર- ય્ત્ન-૦૪-ડ્ઢન્-૯૧૭૨ કિ.રૂ.૫૦ હજાર, કાળા કલરનું હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર પ્લેટ વગરનું કિ.રૂ.૫૦ હજાર મળી કુલ રૂ.૧,૯૬,૮૦૦ નો મુદ્દામાલ ઝડપાયો હતો. જયારે આરોપી એક પણ હાથ લાગ્યો ન હતો.આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં ભહિપાલસિંહ ચુડાસમા, વનરાજભાઇ ખુમાણ, રાજપાલસિંહ સરવૈયા, જયરાજસિંહ જાડેજા, જયદિપસિંહ ગોહિલ વિગેરે જોડાયા હતા.