પથિકાશ્રમ અને બસ સ્ટેન્ડની વચ્ચે બંન્ને તરફ લારીઓના દબાણોને કયારેય કંઈ આંચ આવતી નથી. તેવું જ પથિકાશ્રમ પાછળ આવેલા ખાણીપીણી બજારનું છે. તેને એકવાર હટાવી લેવામાં આવ્યુ હતું પરંતુ ખૂબ જ માનભેર હટાવવાનો સમય આપીને કંઈ પણ જપ્ત કર્યા વગર અને પાછળથી બીજા દિવસે હતું તેમજ ભૂતાવળની જેમ ચાલુ થઈ ગયેલુ બાકી જપ્તિના નિયમો છે પરત લેવા માટે એફીડેવીટ કરી આપવું પડે કે ત્યાં ફરી દબાણ કરીશ નહી. ફરી કરે તો જપ્ત કરવું અને પરત નહીં આપવાનો પણ નિયમ છે. પરંતુ ઈચ્છા શક્તિ દબાણનું તંત્ર ચલાવતા અધિકારીઓ અને તેનું મોનીટરીંગ કરતાં ઓફિસમાં બેઠેલા સાહેબોએ નકકી કરવું પડશે.