યુનિ.માં પ્રથમ સેમેસ્ટર બી.એસસી. એડમિશન માટે કુલ ૧૯૭૫ વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરેલ

44

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં પ્રથમ સેમેસ્ટર બી.એસસી.ની એડમિશન પ્રક્રિયા માટે ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થયેલ. તા.૪ જૂન, ૨૦૨૨ સુધીમાં કુલ ૧૯૭૫ વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ સેમેસ્ટર બી.એસસી.ના એડમિશન પ્રક્રિયા માટે એપ્લીકેશન ફોર્મ ભરેલ છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા આજથી તા.૧૩/૦૬ સુધી રૂબરૂ ડિગ્રી વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તેના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ઓનલાઇન યુનિવર્સિટીની વેબસાઇટ પર શરૂ છે. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓમાં રૂબરૂ ડીગ્રી વિતરણ કાર્યક્રમમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળેલ અને આ સુવિધાઓનો લાભ વધુને વધુ વિદ્યાર્થી મળી રહે તે માટે સુચારુ આયોજન કરવામાં આવેલ છે. જેથી વિદ્યાર્થીઓને સમયસર પોતાની ડીગ્રી પણ મળી રહી છે. ડીગ્રી વિતરણના સ્થળ પર એક સેલ્ફી પો?ઈન્?ટ તૈયાર કરવામાં આવેલ. જેના દ્વારા વિદ્યાર્થીઓએ સેલ્ફી લઈને ડીગ્રી વિતરણ કાર્યક્રમની યાદગીરી રૂપે ફોટોગ્રાફસ લઈ રહ્યા છે.

Previous articleહાઇકોર્ટ રોડના મેડિકલ સ્ટોરની અને ચિત્રા તથા હાદાનગરની ઘરફોડ ચોરી ઉકેલાઈ
Next articleગરીબીમાં વીત્યું છે ભારતી સિંહનું બાળપણ