વારાણસી બ્લાસ્ટ કેસમાં આતંકી વલીઉલ્લાહને ફાંસીની સજા

22

૨૦૦૬નો વારાણસી સિરિયલ બ્લાસ્ટ કેસ : ૫ એપ્રિલ ૨૦૦૬એ વલીઉલ્લાહની લખનઉના ગોસાઇગંદ વિસ્તારમાંથી ધરપકડ કરાઇ હતી
ગાઝિયાબાદ, તા.૬
વર્ષ ૨૦૦૬માં ઉત્તરપ્રદેશના વારાણસીમાં થયેલ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આખરે ૧૬ વર્ષ પછી ચુકાદો આવ્યો છે. આ કેસમાં ગાજિયાબાદ કોર્ટે આંતકવાદી વલીઉલ્લાહને ફાંસીની સજા ફટકારી છે. આ કેસમાં ૫ એપ્રિલ ૨૦૦૬ના રોજ વારાણસી પોલીસે ઇલ્હાબાદગના ફૂલપુર ગામના રહેવાસી વલીઉલ્લાહને લખનઉના ગોસાઇગંદ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. દોષિત વલીઉલ્લાહ પર ૪ જૂને સંકટ મોચન મંદિર અને વારાણસી કેન્ટ રેલવે સ્ટેશન પર વિસ્ફોટોનું કાવતરું ઘડવાનો અને અંજામ સુધી પહોંચાવવીને આતંકવાદ ફેલાવવાનો આરોપ ૪ જૂને સાબિત થયો હતો.
વારાણસીના વકીલોએ વલીઉલ્લાહનો કેસ લડવાની પણ ના પાડી દીધી હતી. આ પછી અલ્હાબાદ હાઈકોર્ટે આ કેસને ગાઝિયાબાદ જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં ટ્રાન્સફર કરી દીધો. ત્યારથી ગાઝિયાબાદમાં જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં આ બોમ્બ બ્લાસ્ટ કેસની સુનાવણી ચાલી રહી હતી. આ પહેલા ૪ જૂને ગાઝિયાબાદ જિલ્લા અને સત્ર ન્યાયાધીશ જિતેન્દ્ર કુમાર સિંહાની કોર્ટે વલીઉલ્લાહને દોષિત ઠેરવ્યો હતો. આ પહેલા ૨૩મેના રોજ વારાણસી બોમ્બ કેસની સુનાવણી જિલ્લા અને સત્ર ન્યાયાધીશ જિતેન્દ્ર કુમાર સિંહાની કોર્ટમાં થઈ હતી. ટ્રાયલ શરૂ થાય તે પહેલા આરોપી વલીઉલ્લાહને કડક સુરક્ષા હેઠળ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય માટે ૪ જૂનની તારીખ નક્કી કરવામાં આવી હતી. ૧૬ વર્ષ પહેલાં વારાણસીના સંકટમોચન અને કેન્ટ સ્ટેશન પર બ્લાસ્ટ થયા હતા. જેના કારણે અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. ૭ માર્ચ ૨૦૦૬ના થયેલા બ્લાસ્ટમાં સંકટ મોચન મંદિરમાં ૭ અને કેન્ટ રેલવે સ્ટેશન પર ૧૧ જેટલા લોકોના મોત થયા હતા ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.

Previous articleકોરોના અને મંકીપોક્સ બાદ નોરો વાયરસનું તોળાતું જોખમ
Next articleગાંધીજીના ફોટો હટાવવાની વાત પાયાવિહોણી છે : RBI