ભાવનગરના જેસરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, રસ્તાઓ પર પાણી વહેતા થયા

141

આજે અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો
ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં આજે એકાએક વરસાદી માહોલ છવાયો હતો. જેસર તાલુકાના જેસર, દેપલા, છાપરિયાળી, સેરડા, કાત્રોડી સહિતના આજુબાજુના વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોમાં ખુશીએ ગરમીમાંથી રાહત મેળવી હતી.

ભાવનગર જિલ્લા જેસર તાલુકામાં આજ સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને બપોરે આકાશ વાદળોથી ઘેરાય ગયું હતું. બપોર બાદ અચાનક ગાજવીજ સાથે વરસાદઆવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેથી લોકોને હાલ ગરમીમાંથી આંશિક રાહત મળી છે. ભાવનગરમાં છેલ્લા એક અઠવાડિયાથી લોકો તાપમાનનો પારો 38થી 40 ડિગ્રીએ રહ્યું હતું. ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ છવાત લોકોને વરસાદના કારણે ગરમીથી થોડા અંશે રાહત થઈ હતી. મહત્વનું છે કે, આજે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ક્યાંક તો વરસાદની સાથે કરાં પણ પડ્યા હતા. ધોધમાર વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. તો બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 8મી જૂનથી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આગામી ચોવીસ કલાકમાં તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.

Previous articlePMના કાર્યક્રમને પગલે તંત્રની તૈયારી: નવસારી ખાતે 10મી મેના રોજ પ્રધાનમંત્રીના કાર્યક્રમ અંતર્ગત ભાવનગર વિભાગની 70 બસો દોડાવવામાં આવશે
Next articleધોરણ ૧૦ની પરીક્ષામાં ગ્રાન્ટેડ શાળાના વિધાર્થીઓએ મેદાન માર્યુ