વધુ ફી ભરતા વાલીઓ બોધ લેવા જેવી બાબત : માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષામાં પણ મેદાન માર્યુ સમીની પ્રેમચંદભાઈ રા પરમાર હાઈસ્કૂલના વિધાર્થીઓએ માત્ર ૭૫ રૂપિયા ફી માં ધોરણ ૧૦ પ્રવેશમા મેળવીને મેદાન માર્યુ.શાળાના વિધાર્થી કાઝી મહમંદઝેદ ૯૧ % અને P.R=૯૮.૪૬ જેણે સામાજિક વિજ્ઞાન વિષય અને બેઝિક મેથસમાં ૯૯ માર્ક્સ મેળવેલ અને કડિયા ધ્રુવીબેન ૮૪ % અનેP.R=૯૪.૩૮ તથા ડાભી મિતકુમારએ ૭૮.૩૩ % અનેP.R=૮૯.૫૮ મેળવીને શાળા પરિવાર નું ગૌરવ વધાર્યું છે.ઉપરોક્ત ૩ વિધાર્થીઓએ ગુજરાત સરકારની માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષામાં સમી તાલુકામાં મેદાન માર્યુ હતું. શાળાનું પરિણામ ૬૦ % આવેલ છે. આ પરિણામ જોઈને વધુ ફી ચુકવતા વાલી મિત્રોએ ગુજરાત સરકારની ગ્રાન્ટેડ શાળામાં રસ દાખવવાની જરૂર છે.
શાળા પરિવારના ટ્રસ્ટી પ્રેમચંદભાઇ પરમાર,શાળાના આચાર્ય સંજયભાઈ પટેલ અને સ્ટાફ પરિવાર વતી સૌને ખુબ ખુબ શુભકામના પાઠવી હતી.