૩,૩ ગુજરાત એરવિંગ એન.સી.સી. ભાવનગર દ્વારા પુનીત સાગર અભિયાન – ૨૦૨૨ અંતર્ગત ભાવનગરના પ્રસિદ્ધ બોરતળાવ ખાતે એરફોર્સ એન.સી.સી. કેડેટ્સએ તળાવના કિનારે રહેલું પ્લાસ્ટિક સંપૂર્ણપણે ભેગું કરીને સફાઈ કાર્ય કરેલ તેમજ વહેલી સવારે વોકિંગ કરવા નીકળેલા જાહેર જનતા સમક્ષ પ્લાસ્ટિકના વપરાશના ગેરફાયદા તેમજ પ્રદુષણ માટે માનવવર્તન કેટલું જવાબદાર છે ? તે સંદર્ભે ખુબ જ રસપ્રદ નુક્કડ નાટક પ્રસ્તુત કરીને જનજાગૃતિ લાવવાનો અનેરો પ્રયાસ કરેલ, આ કાર્યમાં ૮૦ – કેડેટ્સ તેમજ એ.એન.ઓ. ફલાયિંગ ઓફિસર ડૉ.વી.બી.ગોહિલ તેમજ જુનિયર વોરંટ ઓફિસર દીપક રાઠોડ અને ૬ – પી.આઈ.સ્ટાફ ઉપસ્થિત રહેલ ઉપરોક્ત સંપૂર્ણ કાર્યક્રમ ૩, ગુજરાત એરસ્કોડન એન.સી.સી.ના કમાન્ડીંગ ઓફિસર, વિંગ કમાન્ડર ત્યાગ રાજન સરના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ,