ભાવનગર જિલ્લાનાં શિહોરના ગૌતમેશ્વર તળાવને ઉંડુ ઉતારવાનું કામ ૦૧ જેસીબી, ૦૫ ટ્રક, ૦૧ ઈટાચી થકી થઈ રહ્યુ છે. ગારીયાધાર તાલુકાના નાની વાવડી ગામે ૦૪ ચેકડેમ ઉંડા કરવાનું કામ પ્રગતિમાં છે આ કામ રૂપિયા ૦૬ લાખના ખર્ચે પૂર્ણ થશે. ગારીયાધારનું ટોલપાણ તળાવ ઉંડુ ઉતારવાનું કામ પ્રગતિમાં છે આ કામ કુલ રૂપિયા ૪૮ લાખના ખર્ચે પૂર્ણ થશે. આ કામ થકી ૧.૬૦ લાખ ઘનમીટર માટી નીકળશે જે લોકોના ઉપયોગમાં વપરાશે.
ગણેશગઢ ગામે તળાવ ઉંડુ કરવાનું કામ પ્રગતિમાં છે.
પાલીતાણા તાલુકાના આદપુર ગામે તળાવ ઉંડુ કરવાનું કામ ૦૮ દિવસ ચાલ્યુ હતુ આ કામ પૂર્ણ થયેલ છે. ઘેટી ગામે તળાવ ઉંડુ ઉતારવાનું કામ ઝડપથી થઈ રહ્યુ છે આ કામ માં ૦૧ જેસીબી અને ૦૭ ટ્રેકટર ઉપયોગમાં લેવામાં આવે છે.
આ તમામ કામો જનભાગીદારી થકી થઈ રહ્યા છે. આ કામો પર સિંચાઈ કચેરી પાલીતાણાના નાયબ કાર્યપાલક ઈજનેર આર. એન. ગોસ્વામી દેખરેખ રાખી રહ્યા છે.