૭૬ હજાર કરોડથી વધારે સૈન્ય સામાનની ખરીદીને રક્ષા મંત્રાલયે મંજૂરી આપી

28

મંત્રાલયે કહ્યું કે ભારતીય નૌસેના માટે ડીએસીએ લગભગ ૩૬,૦૦૦ કરોડની અંદાજિત ખર્ચથી આગામી પેઢીના કોરવેટ (એનજીસી)ની ખરીદીને મંજૂરી આપી છે
નવી દિલ્હી,તા.૭
રક્ષા મંત્રાલયે એક મહત્વપૂર્ણ પગલું ભરતા ઘરેલું ઉદ્યોગોથી ૭૬,૩૯૦ કરોડ રૂપિયાના સૈન્ય ઉપકરણ અને અન્ય સામાન ખરીદવાની મંજૂરી આપી દીધી છે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળી રક્ષા ખરીદ પરિષદે આ પ્રસ્તાવોને મંજૂરી આપી છે. મંત્રાલયે કહ્યું કે ભારતીય નૌસેના માટે ડીએસીએ લગભગ ૩૬,૦૦૦ કરોડ રૂપિયાની અંદાજિત ખર્ચથી આગામી પેઢીના કોરવેટ (એનજીસી)ની ખરીદીને મંજૂરી આપી છે. કોરવેટ એક પ્રકારનું નાનું પોત હોય છે. મંત્રાલયના મતે એનજીસી દેખરેખ અને હુમલા સહિત વિભિન્ન ભૂમિકાઓ માટે ઉપયોગી હશે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે એનજીસીનું નિર્માણ ભારતીય નૌસેનાના નવા ઇન હાઉસ ડિઝાઇનના આધારે કરવામાં આવશે. આ પોતના નિર્માણ માટે નવીનતમ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે. સ્વદેશીકરણને વધારવાના ઉદ્દેશ્ય સાથે ડીએસીએ હિંન્દુસ્તાન એયરોનોટિક્સ લિમિટેડ દ્વારા ડોર્નિયર વિમાન અને એસયૂ-૩૦ એમકેઆઈ એયરો એન્જીનના નિર્માણના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ડીએસીએ ભારતીય થલ સેના માટે દુર્ગમ ક્ષેત્ર માટે અનુકુળ ટ્‌ર્ક (આરએફએલટી), વિશેષ ટેંક (બીએલટી) વગેરે સાથે એટીજીએમ અને અન્ય હથિયારોની ઘરેલું સ્ત્રોતોથી ખરીદી માટે નવી મંજૂરી આપી છે. નૌસેના માચે ૩૬૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચથી દ્ગીટં ય્ીહીટ્ઠિર્ૈંહ ર્ઝ્રદૃિીંીંજ ખરીદવામાં આવશે. આ એવા જંગી જહાજ હોય છે જે દુશ્મન દેશો પર નજર રાખવા, વ્યાપારિક જહાજોને સુરક્ષા આપવા, સૈનિકોને સમુદ્ર દ્રારા હુમલામાં મદદ કરવી અને શોધીને હુમલો કરવા જેવી કાર્યવાહી કરી શકાય છે. આ ર્ઝ્રદૃિીંીંજ ને નૌસેનાની ડિઝાઈનના આધાર સ્વદેશમાં જ બનાવવામાં આવશે. વાયુસેના માટે હિન્દુસ્તાન એયરોનોટિકલ લિમિટેડમાં ડોર્નિયર અને સુખોઇ એરક્રાફ્ટ માટે એન્જીન બનાવવાની મંજૂરી પણ મળી ગઈ છે. આખા દેશમાં સમુદ્ર તટો પર સુરક્ષિત નેટવર્ક બનાવવા માટે ડિજિટલ કોસ્ટ ગાર્ડ પરિયોજનાને પણ મંજૂરી મળી ગઈ છે. ભારતે સંરક્ષણ ક્ષેત્રે વધુ એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. સોમવારે ઓડિશાના એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-૪નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલનું સફળ પરીક્ષણ દેશની સૈન્ય ક્ષમતામાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. સંરક્ષણ મંત્રાલયે એક સંક્ષિપ્ત નિવેદનમાં જણાવ્યું હતું કે આ પરીક્ષણ લગભગ સાંજે ૭.૩૦ વાગ્યે કરવામાં આવ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અગ્નિ-૪નું સફળ પરીક્ષણ ભારતની “વિશ્વસનીય લઘુત્તમ અવરોધ”ની નીતિને પુનઃપુષ્ટ કરે છે.

Previous articleવૈજ્ઞાનિકોએ કોવિડને હરાવી શકાય એવી ફોર્મ્યુલા વિકસાવી
Next articleભગવાનમાં જગન્નાથજીની 37મી રથયાત્રાની તડામાર તૈયારીઓ, ધજા બનાવવાનું કામ આજથી શરૂ કરાયું