ભગવાનમાં જગન્નાથજીની 37મી રથયાત્રાની તડામાર તૈયારીઓ, ધજા બનાવવાનું કામ આજથી શરૂ કરાયું

26

15થી 17 હજાર ધજા બનાવી શહેરમાં કેસરિયો માહોલ બનાવવામાં આવશે: અધ્યક્ષ હરુભાઈ ગોંડલીયા
ભાવનગરમાં દર વર્ષની પરંપરા મુજબ છેલ્લા 36 વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, સ્વ ભીખુભાઈ ભટ્ટ દ્વારા પેરિત ભાવનગરની રથયાત્રા માટે એક માસ પહેલા જ રથયાત્રા સમિતિ દ્વારા રથયાત્રાને લઈને તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવે છે. જેમાં રથયાત્રાની ધજા બનાવવાનું કાર્ય આજથી શરૂ કરવામાં આવ્યું છે. જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્રારા 37મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજરોજ શહેરના પરિમલ ચોક ખાતે આવેલા કાર્યાલય ખાતે રથયાત્રાની ધજા બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ભાવનગરમાં કેસરિયો માહોલ બનાવવા અરવિંદભાઈ અને તેમની ટીમ દ્રારા ધજા બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. 15 હજારથી 17 હજાર જેટલી ધજા બનાવી ભાવનગર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં લગાવવામાં આવેશ અને ભાવનગરને કેસરિયો માહોલ બનાવવામાં આવશે. દર વર્ષે અષાઢી બીજના દિવસે સમગ્ર દેશમાં જગન્નાથજી ભગવાનની રથયાત્રા કાઢવામાં આવે છે. દેશની પ્રથમ નંબરની ગણાતી રથયાત્રા જગન્નાથપુરીમાં જોવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં પ્રથમ નંબરની અમદાવાદ અને ત્યારબાદ બીજા નંબરે સૌથી મોટી રથયાત્રા ભાવનગર માંથી કાઢવામાં આવે છે. ભાવનગરમાં છેલ્લા 36 વર્ષથી પરંપરાગત રીતે આ રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 34 વર્ષથી પરંપરાગત રીતે ભાવનગર શહેરના રાજમાર્ગો પરથી ભવ્ય ઉજવણી સાથે રથયાત્રા કાઢવામાં આવે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને લઈને ગત વર્ષે માત્ર ભાવનગર સ્થિત ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતે રથને બહાર કાઢી લોકોને દર્શન માટે મૂકવામાં આવ્યો હતો અને ગયા વર્ષે માત્ર ભગવાનના રથને જ નગરયાત્રા કરી હતી. ગતવર્ષે ભક્તો વગરની રથયાત્રા નીકળી હતી. આ વર્ષે પણ ભાવનગરમાં આ રથયાત્રાનું આયોજન અષાઢી બીજ તા.1 જુલાઈને શુક્રવારના દિવસે કરવામાં આવ્યું છે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભગવાન જગન્નાથજી ભાવનગરની નગરચર્યાએ નીકળવાના છે. ત્યારે બે વર્ષની કોરોના મહામારીને લઇ સાદગીપૂર્વક રીતે કાઢવામાં આવી હતી. આ વર્ષે રથયાત્રા ધામધૂમ અને રંગેચંગેથી યોજવામાં આવશે તેમ રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરુભાઈ ગોંડલીયાએ જણાવ્યું હતું.

Previous article૭૬ હજાર કરોડથી વધારે સૈન્ય સામાનની ખરીદીને રક્ષા મંત્રાલયે મંજૂરી આપી
Next articleતગડી પાસે કોલસાની ફેક્ટરીમાં અગમ્ય કારણોસર ભીષણ આગ ભભૂકી, ભારે જહેમત બાદ કાબૂ મેળવાયો