ચોમાસા પૂર્વે આગોતરા તકેદારીના આગોતરાં પગલાં લેવાં નિર્દેશ આપતાં- કલેક્ટર યોગેશ નિરગુડે
ભાવનગર જિલ્લામાં પાણીજન્ય અને વાહક્જન્ય રોગચાળાના અટકાયતી પગલાં અંગે જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રીકટ કૉ- ઑડીનેશન કમિટી, સંચારી રોગો, પી. સી. એન્ડ પી. એન.ડી.ટી. એક્ટ અંગેની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આઇ.ડી.એસ.પી. રિપોર્ટ્સની સમિક્ષા, ન્યૂ ઇમર્જિંગ અને રિઇમર્જિંગ ઇન્ફેક્શિયસ ડિસીઝની ચર્ચા, જિલ્લા ખાતે નોંધાયેલ રોગચાળાની સમિક્ષા, કોવિડ-૧૯ રોગચાળાની સમિક્ષા, પાણીજન્ય રોગચાળો અટકાવવા સતર્ક રહી આગોતરાં પગલાં લેવાં બાબત ખાસ કરીને ક્લોરીનેટેડ પીવાના પાણીના વિતરણ, પાણીની ટાંકીઓની આસપાસ સ્વચ્છતા જાળવવા તથા પાણીની ટાંકી અવારનવાર સાફ કરવા, પાણીની લાઇનમાં મુખ્ય વાલ્વ લીકેજ તથા પાણીની લાઇનમાં લીકેજ હોય તો તાત્કાલીક રીપેરીંગ કરાવવા, પાણી પુરવઠા બોર્ડ દ્વારા સપ્લાય થતાં પાણીના ક્લોરીનેશન, પાણીની તપાસ અને લીકેજ રીપેરીંગ, નગરપાલિકા વિસ્તારમાં ગંદાપાણી અને કચરાના નિકાલની વ્યવસ્થા, બરફના કારખાનાની રેગ્યુલર તપાસણી અને વપરાતા પાણીનું ક્લોરીનેશન ચકાસવા, સંચારી રોગની અટકાયત માટે લોકોનું આરોગ્ય, શિક્ષણ અને જાણકારી માટે પ્રચાર – પ્રસાર કરવા, રોગચાળો ફેલાઇ તો નોટીફીકેશન બહાર પાડવા તેમજ હાલમાં અન્ય દેશોમાં ઝડપથી ફેલાઇ રહેલ મંકીપોક્સની બિમારી માટે તકેદારીના પગલાં લેવા બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અંતર્ગત જાતિ ગુણોત્તર અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. “બેટી બચાવો -બેટી પઢાઓ” ના સરકારના અભિયાન હેઠળ સ્ત્રીભૃણ હત્યા અટકાવવાના ભાગરૂપે સંસ્થાઓની ઓચિંતી તપાસનું આયોજન કરવું વિગેરે બાબતે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા, ડે.મ્યુનિસિપલ કમિશનર વી.એમ. રાજપૂત, જિલ્લા શિક્ષણાધિકારી એન.જી. વ્યાસ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.કે. તાવિયાડ સહીતનાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપિસ્થિત રહ્યાં હતાં.