ઉપરવાસમાં ધારીના ખોડીયાર ડેમમાં પણ પાણીની સ્થિતિ સારી, રજાવળ, ખારો, માલણ, રંઘોળા, લાખણકા, હમીરપરા, હણોલ, બગડ, રોજકી, જસપરા, પીંગળી વગેરે ડેમમાં પાણીની સપાટીમાં ઘટાડો
ચોમાસાની છડી વાગી રહી છે ત્યારે ભાવનગર જિલ્લામાં ફ્લડ કન્ટ્રોલ રૂમ શરૂ થઈ ગયા છે. મંગળવારે ફ્લડસેલ દ્વારા ભાવનગર જિલ્લાના શેત્રુંજી સહિતના ડેમની જળસપાટીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ગત ચોમાસાની સરખામણીએ તમામ ડેમોમાં પાણીની આવક ઘટી છે. જોકે, ભાવનગરની જીવાદોરી શેત્રુંજી ડેમમાં પાણીની સપાટી જોતા સ્થિતિ સારી હોવાનું જણાય છે.
ભાવનગર જિલ્લામાં આવેલ ડેમોની સપાટીના આંકડા ફ્લડસેલ, ભાવનગર સિંચાઈ યોજના વર્તુળ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જણાવ્યા અનુસાર ધારી તાલુકાના ખોડિયાર ડેમની ઓવરફ્લો થવાની સપાટી ૨૦૨.૬૮ મીટર છે, જ્યારે હાલ આ ડેમમાં પાણીની સપાટી ૧૯૯.૫૧ છે. પાલીતાણા તાલુકાના શેત્રુંજી ડેમની ઓવરફ્લો થવાની સપાટી ૫૫.૫૩ મીટર છે, જ્યારે હાલ આ ડેમમાં પાણીની સપાટી ૫૧.૬ છે. પાલીતાણા તાલુકાના રજાવળ ડેમની ઓવરફ્લો થવાની સપાટી ૫૬.૭૫ મીટર છે, જ્યારે હાલ આ ડેમમાં પાણીની સપાટી ૫૨.૬૫ છે. પાલીતાણા તાલુકાના ખારો ડેમની ઓવરફ્લો થવાની સપાટી ૫૪.૧૨ મીટર છે, જ્યારે હાલ આ ડેમમાં પાણીની સપાટી ૫૧.૬ છે. મહુવા તાલુકાના માલણ ડેમની ઓવરફ્લો થવાની સપાટી ૧૦૪.૨૫ મીટર છે, જ્યારે હાલ આ ડેમમાં પાણીની સપાટી ૯૯.૬૮ છે. ઉમરાળા તાલુકાના રંઘોળા ડેમની ઓવરફ્લો થવાની સપાટી ૬૨.૫૦ મીટર છે, જ્યારે હાલ આ ડેમમાં પાણીની સપાટી ૬૦.૦૪ છે.
ભાવનગર તાલુકાના લાખણકા ડેમની ઓવરફ્લો થવાની સપાટી ૪૪.૨૨ મીટર છે, જ્યારે હાલ આ ડેમમાં પાણીની સપાટી ૩૯.૮ છે. તળાજા તાલુકાના હમીરપરા ડેમની ઓવરફ્લો થવાની સપાટી ૮૭.૮ મીટર છે, જ્યારે હાલ આ ડેમમાં પાણીની સપાટી ૮૧.૮ છે. પાલીતાણા તાલુકાના હણોલ ડેમની ઓવરફ્લો થવાની સપાટી ૯૦.૧ મીટર છે, જ્યારે હાલ આ ડેમમાં પાણીની સપાટી ૮૮.૪ છે. મહુવા તાલુકાના બગડ ડેમની ઓવરફ્લો થવાની સપાટી ૬૦.૪૧ મીટર છે, જ્યારે હાલ આ ડેમમાં પાણીની સપાટી ૫૭.૫૬ છે. મહુવા તાલુકાના રોજકી ડેમની ઓવરફ્લો થવાની સપાટી ૯૯.૦૬ મીટર છે, જ્યારે હાલ આ ડેમમાં પાણીની સપાટી ૯૪.૦૮ છે. તળાજા તાલુકાના જસપરા(માં) ડેમની ઓવરફ્લો થવાની સપાટી ૪૦.૨૫ મીટર છે, જ્યારે હાલ આ ડેમમાં પાણીની સપાટી ૩૩.૮ છે. તળાજા તાલુકાના પીંગળી ડેમની ઓવરફ્લો થવાની સપાટી ૫૧.૩૦ મીટર છે જ્યારે હાલ આ ડેમમાં પાણીની સપાટી ૪૮.૨૫ છે.