આદર્શ નિવાસી શાળા તથા હોસ્ટેલમાં વિતાવેલ દિવસો યાદ કરી દરેકે પોતાના ર૦ વર્ષ પહેલાના સંસ્મરણો વાગોળ્યા
મહુવા તાલુકાના રાણીવાડા ગામે આદર્શ નિવાસી શાળા રૂવાપરી તથા સીદસરના સને ૧૯૯૭ થી ૨૦૦૨ સુધીના જુના વિદ્યાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ શ્રી સત્યમ માધ્યમિક શાળામાં યોજાયો હતો. આ દરમ્યાન આદર્શ નિવાસી શાળા તથા હોસ્ટેલમાં વિતાવેલ દિવસો યાદ કરી દરેકે પોતાના ર૦ વર્ષ પહેલાના સ્મરણો વાગોળ્યા હતા. તા. ૪/૬/૨૦૨૨ ના રોજ આદર્શ નિવાસી શાળા રૂવાપરી તથા સીદસર ના સને ૧૯૯૭ થી ૨બ૦૦૨ સુધીના જુના વિદ્યાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ મહુવાના રાણીવાડા ગામે મુકેશભાઈ ઢાપાની શ્રી સત્યમ માધ્યમિક શાળામાં યોજાયો હતો. જેમાં ૨૦ વર્ષ પછી એક બીજા મિત્રો મળતા એકબીજાને ભેટી પડ્યા હતા અને ભાવવિભોર વાતાવરણ સર્જાયું હતું. ૨૦ વર્ષ પછી એકબીજા મિત્રોને મળી ને દરેક મિત્રો ખુબ જ આનંદીત થાય હતા.
ત્યારબાદ તમામ મિત્રોએ પોતાનો પરિચય અને હાલ શુ કરે છે તે વિશે અને ૨૦ વર્ષ પહેલાના નિવાસી શાળાના પોતાના જુના સ્મરણો તાજા કરાવ્યા હતા. આદર્શ નિવાસી શાળાના હોસ્ટેલમાં એકબીજા નાસ્તા ચોરીને ખાવા, એક બીજાને હેરાન કરવા તેમજ હોસ્ટેલમાં વિતાવેલ સમય દરમ્યાન કરેલ કાંડો યાદ કરી ખુશી વ્યકત કરીે ત્યારબાદ સૌ મિત્રોએ સાથે ભોજન લીધું હતું. આ સ્નેહમિલન માં અલગ અલગ જિલ્લાઓમાંથી મિત્રો આવ્યા હતા અને તમામ મિત્રો હાલ વેલસેટ અને અલગ અલગ નોકરી અને વેપાર ધંધામાં ખૂબ સુખી છે અને આદર્શ નિવાસી શાળાએ કરેલ ધડતરને અને સાથેના મિત્રોને પણ તેનો શ્રેય આપીએ એટલો ઓછો છે. આ દરમ્યાન આદર્શ નિવાસી શાળાના શિક્ષકો પારખીયા સાહેબ, ઝાલા સાહેબ, એન.ઓ. પરમાર સાહેબ, બી. જે. પરમાર સાહેબ તેમજ અન્ય શિક્ષકોને યાદ કર્યા હતા. શ્રી સત્યમ માધ્યમિક શાળાના સંચાલક અને એડવોકેટ મુકેશભાઈ ઢાપાએ કહ્યુ કે આ ક્રાયકર્મ મારા આંગણે થયો એનો અનેરો આનંદ છે. આવા કાર્યક્રમ અવારનવાર યોજાવા જોઈએ. એડવોકેટ બળદેવભાઈ બળોલીયાએ જણાવ્યું હતું કે જયારે આજે ભેગા થયા છીએ તો કઈંક નવું આયોજન કરીએ, ત્યારે ગૃપ વતી દરેકના અભીપ્રાય લઈ એક આર્થીક ભંડોળ ઉભુ કરએ અને ભવિષ્યમાં આ આર્થીક ભંડોળનો સદઉપયોગ કરીએ. અને વ્યવરસ્થિત આયોજન કરી એક કોઓપરેટીવ બેંકની પણ શરુઆત કરીએ. આગામી દિવસોમાં અવારનવાર ભેગા થવું જોઈએ. અને આગામી સમયમાં આવું સ્નેહમીલન ગોરખી ગામે યોજાશે. ‘સુપ્રભાત સૌરાષ્ટ્ર’ દૈનિકના તંત્રી અને માલીક એવા વિષ્ણુભાઈ યાદવે આ સ્નેહમીલનમાં દરેકની આદર્શ નિવાસી શાળા સાથેના સંસ્મરણો સાંભળ્યા પછી કહ્યુ કે ‘આદર્શ નિવાસી શાળા’નું નામ ખરેખર ‘આનંદ નિવાસી શાળા’ હોવુ જોઈએ કારણ કે જે સમયે શાળા જેલ જેવી લાગતી પણ આજે તે દિવસો યાદ કરી અતી આનંદ થાય છે. આદર્શ નિવાસી શાળામાં કરેલ સંધર્ષ અને તેને આપેલ અનુભવ આજે કોઈપણ પરીસ્થિતીમાં જીવન જીવવું અને વ્યવસાયમાં કેમ પ્રગતી કરવી તે શીખવે છે. આજે દરેક મીત્રો વેલસેટ છે તે જાણીને ખુબ જ આનંદ થાય છે.