ગુજકો માસોલની ચૂંટણી : ભાવનગરમાં વર્ષોથી બિનહરીફ રહેલા નાનુ વાઘાણી સામે ભાજપના અર્જુન યાદવ ટકરાશે

105

ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશનની ચૂંટણી માટેમાટે પહેલીવાર ભાજપનો મેન્ડેટ જાહેર, ૧૫ સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર
ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન-અમદાવાદની ૩૨ સભ્યોની ૧૯મી જૂને થનારી ચૂંટણીમાં ભાજપ વતીથી કયા ઉમેદવારો ચૂંટણી લડશે તેના નામોની યાદી બહાર પાડીને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલે બાકીના તમામ સભ્યોને ઉમેદવારીપત્રકો પાછા ખેંચી લેવા આદેશ આપી દીધો છે. સાબરકાંઠાની બેઠક પરથી તો ભાજપના જ ૧૧ જણાએ ઉંમેદવારી નોંધાવી હતી. ભાજપે સત્તાવાર જાહેર કરેલા ઉમેદવારો સિવાયના ઉમેદવારોને તેમના ફોર્મ પાછા ખેંચી લેવાની જવાબદારી જિલ્લા પ્રમુખને સોંપી દેવામાં આવી છે. પક્ષના આદેશ પછી ફોર્મ પાછા ન ખેંચનારાઓ સામે શિસ્ત ભંગના પગલાં લેવાશે. ખેડાની બેઠક પરથી કોન્ગ્રેસના ધીરુ ચાવડા સામે ભાજપના મહેશ પટેલ ચૂંટણી લડશ. વરસો સુધી આ બેઠક પરથી બિનહરીફ ચૂંટાતા આવતા ધીરુ ચાવડાએ આ વખતે ભાજપના ઉમેદવાર સામે ચૂંટણી લડવાની ફરજ પડશે. ભાવનગરની બેઠક પર વરસો સુધી બિનહરીફ ચૂંટાતા આવેલા નાનુ વાઘાણીએ ભાજપના અર્જુન યાદવનો સામનો કરવો પડશે. અમદાવાદ – વજુભાઈ ડોડિયા,અરવલ્લી- જગદીશ શામળાજી પટેલ,ભરૃચ – ચંદ્રકાન્ત પ્ર. પટેલ,ભાવનગર- અર્જુન યાદવ,છોટા ઉદેપુર- નયના શાહ, જામનગર- રસિક કે. ભંડેરી,જૂનાગઢ – લક્ષ્મણ યાદવ,ખેડા – મહેશ પૂનમ પટેલ,કચ્છ- વાડીલાલ પોકાર,મહેસાણા- અંકિત પટેલ,નવસારી- દિલીપ રાયકા,પાટણ – સ્નેહલ પટેલ,સાબરકાંઠા – મહેશ અ. પટેલ,સુરેન્દ્રનગર – જેસંગ ચાવડા,વડોદરા- સતીશ મો. પટેલના નામ છે. ૭ જગ્યા પર ભાજપના ઉમેદવારો બિનહરિફ ચૂંટાઈ આવ્યા હતા આ સત્તર બેઠકોમાં અમરેલીના દિલીપ સાંઘાણી, આણંદના તેજસ પટેલ, બનાસકાંઠાના અમરત દેસાઈ, બોટાદના રવજી રાજપરા, દેવભૂમિ દ્વારકાના ઋષિભાઈ અરવિંદ, દાહોદના પ્રજીત રાઠોડ, ગાંધીનગરના રસિક પટેલ, ગિર સોમનાથના ગોવિન્દ પરમાર, મહિસાગરના મનોજ પટેલ, મોરબીના મગન વડાવિયા, નર્મદાના સુનિલ પટેલ, પંચમહાલના જેઠા ભરવાડ, પોરંબંદરના મનુ ખૂંટી, રાજકોટના જયેશ રાંદડિયા, સુરતના ભીખા પટેલ, તાપીના નરેશ પટેલ, વલસાડના પંકજ પટેલનો સમાવેશ થાય છે. એક માત્ર બોટાદની બેઠક પર કોન્ગ્રેસના રવજી રાજપરા બિનહરીફ ચૂંટાયા છે.સાબરકાંઠાની બેઠક પરથી ભાજપ તરફથી ૧૧ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તેમાંથી મહેશ અમીચંદ પટેલને જ પક્ષના સત્તાવાર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

Previous articleભાવનગરનું અતિ પ્રાચીન જશોનાથ મહાદેવ મંદિર વિકાસમાં કોરાણે
Next articleસૌરાષ્ટ્રમાં વીજચોરીમાં રાજકોટ પ્રથમ, ભાવનગરનો બીજો નંબર