મુંબઇ,તા.૮
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પોતાના ખરાબ પ્રદર્શન અને સતત ક્રિકેટના કારણે આરામ લઈ રહ્યો છે. તે સાઉથ આફ્રિકા સામેની આગામી ટી૨૦ શ્રેણીમાં નહીં રમે. ક્રિકેટના મેદાનમાંથી થોડો બ્રેક લીધા બાદ પણ ચાહકોમાં કોહલીનો ક્રેઝ ઓછો થયો નથી.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીના ફોલોઅર્સ સતત વધી રહ્યા છે. કોહલીએ આ મામલે નવો રેકોર્ડ હાંસલ કર્યો છે. તે ૨૦૦ મિલિયન ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ધરાવતો વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો છે. દુનિયાભરના તમામ સ્પોર્ટ્સ દિગ્ગજોના ફોલોઅર્સની યાદી પર નજર કરીએ તો આમાં કોહલી ત્રીજા નંબરે આવે છે. વિશ્વભરમાં ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરવામાં આવે છે તે પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને ત્યારબાદ આર્જેન્ટિનાના ફૂટબોલર લિયોનેલ મેસ્સી છે. રોનાલ્ડોના ૪૫૧ મિલિયન (૪૫.૧ કરોડ) અને મેસીના ૩૩૪ મિલિયન (૩૩.૪ મિલિયન) ચાહકો છે. વિરાટ કોહલી તાજેતરમાં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમતા જોવા મળ્યો હતો. કોહલીએ આ આઇપીએલ ૨૦૨૨ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે કુલ ૧૬ મેચ રમી, જેમાં તેણે ૨૨.૭૩ની નબળી સરેરાશથી માત્ર ૩૪૧ રન બનાવ્યા. આ દરમિયાન તેણે માત્ર બે અર્ધસદી ફટકારી અને ત્રણ વખત ગોલ્ડન ડક માટે આઉટ થયો. ટીમ ઈન્ડિયાએ ૯ જૂનથી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ તેમના ઘરે પાંચ ટી ૨૦ મેચોની શ્રેણી રમવાની છે. તેમાં કોહલીને આરામ મળ્યો છે
Home Entertainment Sports ઇન્સ્ટાગ્રામ પર ૨૦૦ મિલિયન ફોલોઅર્સ સાથે વિરાટ કોહલી વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો