ખારી ગામે વિજળી પડતા કિશોર નુ મોત નિપજતા પરીવાર અને ગામમા શોક છવાયો યુવાન ને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડેલ ફરજ પર ના ડોક્ટર દ્વારા તપાસ કરી મૃત જાહેર કરતા પરીવાર પર આભ તુટી પડયુ હતુ માતા પિતા ના રૂદન થી અન્ય લોકો ની આંખો ભીજાઈ સરકારી હોસ્પિટલ ખાતે લોકો ના ટોળા ઉમટયા હોસ્પિટલ થી અને તેમના પરિવાર પાસેથી પ્રાપ્ત વિગત મુજબ સિહોર તાલુકા ના ખારી ગામે રહેતા અને વાડીએ ખેતીકામ કરતા હતા અમુલ ભાઈ લીંબાભાઈ મકવાણા ઉમરવર્ષ 15 જાતે કોળી સમાજ તેઓ અને પરીવાર વાડીએ મજુરી કામ કરતા હતા તે દરમ્યાન ચનાનક વિજળી ત્રાટકી હતી અને અમુલ ભાઈ નુ મોત નિપજયુ હતુ અને વાડીમા બાજરી ની કડબ ફેરવતા હતા ત્યારે વિજળી ત્રાટકતા તમામ કડબ ઘાસ ચારો પણ સળગી ઉઠયો હતો તેઓ અને ભાઈ એમ બે ભાઈઓ અને એક બહેન અને માતા પિતા સહિત પરીવાર સાથે રહેતા હતા તેમના પરિવાર સાવ ગરીબ મધ્યમવર્ગીય હોવાનુ જાણવા મળેલ ઘટના બનતા આસપાસ ના લોકો ઘટના સ્થળ અને હોસ્પિટલ ખાતે કોળી સમાજ સહિત સમાજના આગેવાનો દોડી ગયા હતા અને પોલીસ સ્ટાફ પણ દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરાઈ.
રિપોર્ટ મૂળશંકર જાળેલા સિહોર..