૧૪ ખરીફ પાકોના ટેકાના ભાવમાં સરકારે વધારો કર્યો

31

કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને મોટી જાહેરાત કરી : કેબિનેટે ૨૦૨૨-૨૩ પાક વર્ષ માટે ડાંગરની એમએસપી ૧૦૦ રૂપિયા વધારીને ૨,૦૪૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી
નવી દિલ્હી,તા.૮
કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કેબિનેટ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે સરકારે વર્ષ ૨૦૨૨-૨૩ માટે વિવિધ ખરીફ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)માં વધારાને મંજૂરી આપી છે. વર્ષ ૨૦૨૨-૨૩ માટે ખરીફ પાકોની એમએસપી હવે વધશે. ઠાકુરે માહિતી આપી હતી કે કેબિનેટે ૨૦૨૨-૨૩ પાક વર્ષ માટે ડાંગરની એમએસપી ૧૦૦ રૂપિયા વધારીને ૨,૦૪૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી છે. બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. દરમિયાન, હવામાન વિભાગે આગાહી કરી છે કે ૨૦૨૨નું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું લાંબા ગાળાની સરેરાશના ૯૯ ટકા પર સામાન્ય રહેશે. છેલ્લા ત્રણ વર્ષમાં સામાન્ય કરતાં વધુ સારા ચોમાસાએ ખરીફ ખાદ્યાન્ન ઉત્પાદનમાં સરેરાશ ૨.૮ ટકાનો વધારો કર્યો છે અને તેના કારણે ખરીફ ઉત્પાદનમાં ૨.૫ ટકાનો વધારો થઈ શકે છે, જ્યારે રવિ ઉત્પાદનમાં ૧.૫ ટકાનો વધારો થયો છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકારોને જણાવ્યું હતું કે આજની કેબિનેટ બેઠકમાં ૧૪ ખરીફ પાકોના એમએસપીને મંજૂરી આપવામાં આવી છે. ડાંગરની સામાન્ય જાતની એમએસપી ગયા વર્ષના રૂ. ૧,૯૪૦ થી વધારીને ૨૦૨૨-૨૩ પાક વર્ષ માટે રૂ. ૨,૦૪૦ પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. ડાંગરની ’એ’ ગ્રેડની વિવિધતાના ટેકાના ભાવ ૧,૯૬૦ રૂપિયાથી વધારીને ૨,૦૬૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યા છે. ડાંગર એ ખરીફનો મુખ્ય પાક છે, જેની વાવણી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે જૂન-સપ્ટેમ્બરના સમયગાળા માટે સામાન્ય ચોમાસું રહેવાની આગાહી કરી છે. મંત્રી અનુરાગ ઠાકુરે પણ ખેડૂતોની આવક વધારવા અને કૃષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસની ખાતરી કરવા માટે મોદી સરકાર દ્વારા છેલ્લાં આઠ વર્ષમાં શરૂ કરાયેલા અનેક કાર્યક્રમો પર ભાર મૂક્યો છે.જગતનો તાત કાળજાળ ગરમીમાં સેકાઈને હવે કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યો છે. ચોમાસાની શરૂઆત પૂર્વે જ ખેડૂતો માટે એક મહત્વના ખુશીના સમાચાર આવ્યાં છે. સરકારે ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવાના પ્રસ્તાવને લીલીઝંડી આપી છે.મીડિયા અહેવાલ અનુસાર મોદી સરકારે ખેડૂતોની આવક વધારવાના હેતુસર ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)માં વધારો કરવાની મંજૂરી આપી છે. બુધવારે આયોજિત કેન્દ્ર સરકારની આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (સીસીઈએ)ની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. વર્ષ ૨૦૨૨-૨૩ માટે ખરીફ પાકોની એમએસપી વધારવનો સરકારે નિર્ણય કર્યો છે. કેબિનેટમાં લેવાયેલા નિર્ણયો અંગે સાંજે ૪ વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં વિગતવાર જાહેરાત કરવામાં આવી. સૂત્રોએ આપેલ માહિતી અનુસાર વર્ષ ૨૦૨૨-૨૩ માટે ખરીફ પાકની એમએસપી ૫થી ૨૦% વધી શકે છે. કેબિનેટના નિર્ણય બાદ ખરીફ પાકો એટલે કે ડાંગર, સોયાબીનના એમએસપીમાં વધારો થશે. આ સાથે કેબિનેટે મકાઈની એમએસપી વધારવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે. ૨૦૧૮-૧૯ સીઝન બાદ આ વખતે એમએસપી સૌથી વધુ વધે તેવી શક્યતા છે. ડાંગર, સોયાબીન અને મકાઈ ઉપરાંત મગફળી, તુવેર, મગ, જુવાર, બાજરી અને રાગીના ટેકાના ભાવમાં વધારો મંજૂર કરવામાં આવશે. આ સિઝનમાં કુલ ૧૪ પાકોની એમએસપી વધારવામાં આવ્યા. એમએસપી એટલેકે લઘુત્તમ ટેકાના ભાવ. અનાજ-કઠોળ કે અન્ય ખાદ્યાન્નની લઘુત્તમ કિંમત એટલેકે જે ભાવે સરકાર ખેડૂતો પાસેથી પાક ખરીદે છે અથવા તો ખેડૂતોને તેમના પાક માટે સરકાર દ્વારા ઓફર કરાતી ન્યૂનતમ કિંમત એટલે એમએસપી. પાકની એમએસપી નક્કી કરવાનો મુખ્ય હેતુ ખેડૂતોને કોઈપણ લઘુત્તમ ટેકાનો ભાવ આપવાનો છે.રવી અને ખરીફ સિઝનમાં વર્ષમાં બે વખત કૃષિ ખર્ચ અને કિંમતો માટેના કમિશન (સીએસીપી)ની ભલામણ પર સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવની જાહેરાત કરવામાં આવે છે. શેરડી કમિશન શેરડીના ટેકાના ભાવ નક્કી કરે છે.

Previous articleપબજી ગેમ રમવાની ના પાડી તો સગીર પુત્રએ માતાની ગોળી મારીને હત્યા કરી
Next articleભાવનગર જિલ્લામાં 40 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી