ભાવનગર જિલ્લામાં આવેલી તમામ માર્કેટિંગ યાર્ડમાં આવતીકાલે જાહેર હરાજીનું કામ બંધ, ભીમ અગિયારસનો તહેવાર હોવાથી લેવાયો નિર્ણય

78

માર્કેટિંગ યાર્ડમાં અનાજ, કઠોળ, તેલીબિયાં, કપાસ ડુંગળીઓ અને લીંબુની તમામ જાહેર હરાજીનું કામકાજ બંધ રહેશે
ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલા માર્કેટિંગ યાર્ડ આવતીકાલે શુક્રવારના રોજ બંધ રહેશે. ભીમ અગિયારસનો ધાર્મીક તહેવાર હોવાથી જાહેર હરાજીનું કામ બંધ રાખવામાં આવ્યું છે. જેમાં ભાવનગર જિલ્લામાં આવેલી તળાજા, મહુવા તથા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રતિ વર્ષની પરંપરાગત મુજબ 10/6/2022ને શુક્રવારના રોજ ભીમ અગિયારસના મહાપર્વની લોકો ખાસ કરીને પરિવારજનો સાથે સામુહિક રીતે ઉજવણી કરતા હોય છે. જેના ભાગરૂપે આવતીકાલે ભાવનગર શહેર-જિલ્લામાં આવેલા ભાવનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભાવનગર-ઘોઘા, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મહુવા તથા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તળાજા સહિતના તમામ માર્કેટિંગ યાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રહેશે તેમ યાર્ડના સેક્રેટરીઓએ જણાવ્યું હતું. જિલ્લાની માર્કેટિંગ યાર્ડમાં અનાજ, કઠોળ, તેલીબિયાં, કપાસ ડુંગળીઓ અને લીંબુની તમામ જાહેર હરાજીનું કામકાજ બંધ રહેશે, જેની લાગતા વળગતા તમામ ખેડૂતો, વેપારીઓ, ખરીદનારોઓ તેમજ વાહન માલિકોએ નોંધ લેવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીઓએ જણાવ્યું હતું.

Previous articleભાવનગર જિલ્લામાં 40 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
Next articleસ્વ.આલાભાઈ સાંડસુર શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મહેસાણાના વિનોદ પ્રજાપતિને એનાયત, પાલનપુરના રતનપુર ખાતે કાર્યક્રમ યોજાયો