સ્વ.આલાભાઈ સાંડસુર શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મહેસાણાના વિનોદ પ્રજાપતિને એનાયત, પાલનપુરના રતનપુર ખાતે કાર્યક્રમ યોજાયો

59

સંગોષ્ઠિમાં રાજ્યભરના સમર્પિત શિક્ષકો, શિક્ષણપ્રેમીઓએ ભાગ લીધો અને શિક્ષણની સમસ્યાઓ ઉપર મંથન કર્યું
ગુજરાત રાજ્ય શૈક્ષણિક અને સાંસ્કૃતિક મંચ એક એવી અવૈધિક સંસ્થા જે શિક્ષણમા નીતિ, ગુણવતા, પ્રોત્સાહન અને પ્રવાસના આધાર સ્તંભોથી કાર્યરત છે. તેમાં દાતાઓના સહયોગ અને તેમના જ નામકરણથી દર સંગોષ્ઠિમા શિક્ષક પારિતોષિક એનાયત કરવાનો નિર્ણય કરાયો છે. જેના ભાગરૂપે આ સંસ્થાની પ્રથમ શિક્ષણ સંગોષ્ઠિ લોક નિકેતન પાલનપુરના રતનપુર ખાતે યોજાઈ હતી. જેમાં “સ્વ.આલાભાઈ સાંડસુર શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક” માટે સાર્વજનિક વિવિધલક્ષી વિદ્યાલય મહેસાણાના બહુમુખી પ્રતિભા ધરાવતા શિક્ષક વિનોદકુમાર પી. પ્રજાપતિની પસંદગી થઈ હતી. સ્વ.આલાભાઈ સાંડસુર ભાવનગર જિલ્લાના સમર્થ કેળવણીકાર હતાં. તેમના જીવન પ્રસંગો પર એક પુસ્તક પ્રકાશિત થયું છે. વિનોદભાઈ પ્રજાપતિને રાજ્ય કક્ષાનો શિક્ષક તથા પર્યાવરણ એવોર્ડ પ્રાપ્ત થયા છે. વિનોદભાઈ સતત મેદાનમાં હાજર રહી વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ ભાગ લેવડાવી પુરસ્કારો અપાવ્યા અને પોતાને પણ 85 થી વધું સન્માન પ્રાપ્ત થયાં છે. જેમાં “સ્વ.આલાભાઈ સાંડસુર શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક” માટે સાર્વજનિક વિવિધલક્ષી વિદ્યાલય મહેસાણાના બહુમુખી પ્રતિભા ધરાવતા શિક્ષક વિનોદકુમાર પી. પ્રજાપતિની પસંદગી થઈ હતી. ઉત્તર ગુજરાત યુનિના કુલપતિ ડૉ.જે.જે.વોરા અને જિલ્લા શિક્ષણાધિકારી ડો.નરેન્દ્રસિંહ ચાવડા તેમજ મંચના સંયોજક તખુભાઈ સાંડસુર અને કાર્યક્રમ સંયોજક શામજીભાઈ દેસાઈ તેમજ રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા વનિતાબેન રાઠોડ (રાજકોટ) અને ડો.હેમંત ઓઝાના સાનિધ્યમા “સ્વ.આલાભાઈ સાંડસુર શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક” લોકનિકેતન રતનપુર, પાલનપુર મુકામે એનાયત કરવામાં આવ્યો હતો. સંગોષ્ઠિમાં રાજ્યભરના સમર્પિત શિક્ષકો, શિક્ષણપ્રેમીઓએ તેમાં ભાગ લીધો હતો અને શિક્ષણની સમસ્યાઓ ઉપર મંથન કર્યું હતું.

Previous articleભાવનગર જિલ્લામાં આવેલી તમામ માર્કેટિંગ યાર્ડમાં આવતીકાલે જાહેર હરાજીનું કામ બંધ, ભીમ અગિયારસનો તહેવાર હોવાથી લેવાયો નિર્ણય
Next articleરાણપુર શહેરમાં એ.ડી.શેઠ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે નેત્રમણી કેમ્પ યોજાયો..