149 દર્દીઓએ આંખની તપાસ કરાવી જેમાંથી 41 દર્દીઓને મોતીયાના મફત ઓપરેશન માટે રાજકોટ લઈ જવાયા..
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આરોગ્યના ભામાશા અને મુંબઈ ખાતે રહેતા જતીનભાઈ શેઠ પરિવાર દ્વારા રાણપુરમાં આવેલ શેઠ અમૃતલાલ દલપતભાઈ શેઠ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં 149 દર્દીઓને આંખની તપાસ કરાવી હતી જેમાંથી 41 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જ્યાં તમામ 25 દર્દીઓને વિનામૂલ્યે મોતિયાનું ઓપરેશન કરી આપવામાં આવશે.આ કેમ્પ માં રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ ના ડોક્ટરો તેમજ વામનભાઈ સોલંકી,ડો.સુમભાઈ પુજારા તેમજ રાજેશભાઈ નારેચણીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. દીપ પ્રાગટ્ય કરીને કેમ્પ ની શુભ શરૂઆત કરવામાં આવી હતી 149 દર્દીઓએ નેત્રમણી કેમ્પનો લાભ લીધો હતો જેમાં 41 દર્દીઓને વિનામુલ્યે ઓપરેશન માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર