ભાવનગર શહેર ભાજપ દ્વારા ડો. ભરતભાઈ કાનાબારની ઉપસ્થિતિમાં ત્રિદિવસીય અલ્પકાલીન વિસ્તારક યોજનાની કાર્યશાળા યોજાઈ.

41

ગત તારીખ ૯ જૂન ૨૦૨૨ અને ગુરુવારના રોજ ભાવનગર મહાનગર ભાજપ દ્વારા ત્રિદિવસીય અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ.
આગામી ૧૧ થી ૧૩ જૂન ૨૦૨૨ સુધી ભાવનગર શહેરના પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રના વિસ્તારકો પૂર્વમાં અને પૂર્વ વિધાનસભા ક્ષેત્રના વિસ્તારકો પશ્ચિમમાં ત્રણ દિવસનો પ્રવાસ કરશે. ગુજરાત પ્રદેશમાં ભાજપમાંથી ડો. ભરતભાઈ કાનાબારે તેમજ શહેર અધ્યક્ષ ડો. રાજીવભાઈ પંડ્યાએ વિસ્તારક તરીકેની કામગીરી બાબતે યોજાયેલ કાર્યશાળામાં વિસ્તારકોને માર્ગદર્શન આપ્યું હતું તેમ ભાવનગર શહેર ભાજપ કન્વીનર હરેશભાઇ પરમાર અને સહકન્વીનર તેજસભાઈ જોશીની યાદી જણાવે છે.
રિપોર્ટ મૂળશંકર જાળેલા ભાવનગર ‌.

Previous articleરાણપુર શહેરમાં એ.ડી.શેઠ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે નેત્રમણી કેમ્પ યોજાયો..
Next articleછુટાછેડા પૂર્વે પત્ની સહિત પરિવારના પાંચ લોકોને છરીના ઘા ઝીક્યા