ભાવનગર શહેરમાં અનેક સ્થળે પી.જી.વી.સી.એલના ઇલેકટ્રીક પોલ રોડ વચ્ચે નમી ગયા છે, બેન્ડ થઇ ગયા હોય શહેરમાં અમુક ટ્રાન્સફોરમર પોલ પણ નમી ગયા છે . જે રોડ વચ્ચે અકસ્માતજનક સ્થિતિમાં છે. જે અંગે પી.જી.વી.સી.એલ. ચીફ એન્જીનીયર શ જાડેજા, સીટી કાર્યપાલક ઇજનેર તુષારભાઇ પંડયાને ચોમાસા પહેલા અકસ્માતજનક ઇલેકટ્રીક પોલ દુરસ્ત કરવા ભાજપના આગેવાન, પૂર્વ કોર્પોરેટર કિશોરભાઇ ભટ્ટે રજુઆત કરી હતી. ચોકકસ સ્થાનો , સ્થળ , વિસ્તાર અકસ્માત ઇલેકટ્રીક પોલ / ટ્રાન્સફોર્મર પોલ સબડિવીઝન દ્વારા સર્વે કરી ભયજનક અકસ્માતજનક પોલ દુર કરવા પી.જી.વી.સી.એલ. તંત્ર દ્વારા કરી ઝડપી થાય તેવી લોકલાગણી રજૂ કરતા તંત્રએ સત્વરે ઘટતું કરવા ખાતરી આપી હતી.